• કચ્છનાં રાપરમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો
    ગુજરાત 7-1-2023 07:55 AM
    • કચ્છમાં વારંવાર આંચકાનો દોર જારી- 
    રાપર

    કચ્છના રાપર ખાતે આજે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેના કારણે લોકોમાં આની ચર્ચા રહી હતી. કચ્છમાં વારં વાર નાના મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. આજે ફરી કચ્છના રાપરમાં વહેલી સવારે  3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો.કચ્છના રાપર ખાતે 3.2ની તીવ્રતાનો ભૂકંપમાં કોઈ જાનહાની થઇ હતી. આ ઉપરાંત પણ કચ્છમાં અનેક વાર નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત તા. 28 ડીસેમ્બરનાં રોજ પણ કચ્છના ભચાઉમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. આ સિવાય પણ અનેકવાર નાના-મોટા ભૂકંપના આંચકા નોધાતા રહે છે. જો કે આજે વહેલી સવારે કચ્છના રાપર ખાતે 3.2ની તીવ્રતાનો ભૂકંપમાં કોઈ જાનહાની બની નથી.

    વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!