• GLS યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની UTS કોલેજ વચ્ચે સ્નાતક કોર્સ માટે MOU કરાયા
    મુખ્ય શહેર 27-9-2022 08:23 AM
    અમદાવાદ

    અમદાવાદ ખાતે આવેલી જીએલએસ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાના સીડનીમાં આવેલી UTS કોલેજ સાથે સ્નાતક કોર્સ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. એમઓયુ અંતર્ગત વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતક અને બિઝનેસ મેનેજમેન્ટની સ્નાતકની ડિગ્રી એનાયત કરવામાં આવશે. ત્રણ વર્ષના આ ડિગ્રી કોર્સમાં બે વર્ષ વિદ્યાર્થીઓએ વિદેશમાં જ અભ્યાસ કરવાનો રહેશે. પ્રથમ વર્ષનો અભ્યાસ જીએલએસ યુનિવર્સિટીમાં કરવાનો રહેશે.આગામી ફેબ્રુઆરી 2023થી કોર્સ શરૂ કરવામાં આવશે જેમાં 30થી 45 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. 

    જીએલએસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાંવટીએ જણાવ્યું હતુ કે જીએલએસ યુનિવર્સિટી દ્વારા સીડની ની UTS કોલેજ સાથે કરવામાં આવેલા એમઓયુના કારણે વિદ્યાર્થીઓને રાહત થશે. UTS કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં પાથવે પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બીબીએમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે. UTS કોલેજ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા કોર્સ માટે જીએલએસ ફેકલ્ટીને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. બે વર્ષ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યા બાદ ડિગ્રી UTS કોલેજની જ મળશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા ચાર વર્ષના વર્ક પરમીટ પણ આપવામાં આવશે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!