• ઘરેણાંની દુનિયામાં ગુણવત્તા અને વિશ્વાસનું બીજું નામ એટલે સુવર્ણકલા
    સક્સેસ સ્ટોરી 5-8-2022 12:28 PM
    • 1970માં આભૂષણના હોલસેલ વેપારની દુનિયામાં પી.એસ જવેલર્સથી પ્રારંભ બાદ 1992માં પ્રથમ રિટેલ શોરૂમ સુવર્ણમહલની શરૂઆત, હવે સુવર્ણકલાથી રિટેલ માર્કેટમાં સર્વોચ્ચ સ્થાને..
    • { ઘરેણાંમાં ગુણવત્તાની સાથે ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવો એ જ મહત્વનું પાસું છે: દર્શન સોની
    • { જવેલરીના ઓનલાઇન માર્કેટમાં જવેલીગન્સના નામથી વિશ્વના 20થી વધુ દેશોમાં જવેલરી માર્કેટનું વિસ્તરણ કર્યું
    અમદાવાદ

    ઘરેણાંની દુનિયામાં આજે સુવર્ણકલા જ્વેલર્સ એ અમદાવાદ અને ગુજરાતની સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક છે. તહેવાર, લગ્ન હોય કે પછી ખાસ પ્રસંગોમાં સોના, ચાંદીના ઘરેણાંની ખરીદી માટે લોકો ગુણવત્તા અને વિશ્વાસને લઈને સુવર્ણકલાને પહેલી પસંદ આપી રહ્યાં છે.

    દર્શન સોનીના જણાવ્યા મુજબ વર્ષ 1970માં તેમના પિતાજીએ જવેલર્સની દુનિયામાં પી.એસ.જવેલર્સના નામથી પગ મુક્યો હતો. ત્યારબાદ વર્ષ 1992માં સુવર્ણમહલના નામથી રતન પોળની અંદર પ્રથમ શોરૂમની શરૂઆત કરી હતી. સુવર્ણમહલનો પાયો નાંખ્યો ત્યારે ખબર ન હતી કે લોકો આટલા વિશ્વાસ સાથે રિટેઈલ માર્કેટમાં સ્થાન આપશે. પરંતુ  ગ્રાહકોએ જે વિશ્વાસ અમારા અને અમારી પ્રોડક્ટ પર મુક્યો હતો તો તે જાળવવો અમારા માટે સૌથી મહત્વનું છે. જેના માટે અમે દિવસ રાત અથાક પ્રયત્ન કરી રહ્યા છીએ.

    વધુમાં તેમના જણાવ્યા મુજબ તેમને હીરાના માળખાને સમજવા માટે અમેરિકા જઈને ડાયમંડમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ અમદાવાદ પરત ફરી પિતાના બિઝનેસમાં જોડાઈને નવા નવા આઈડિયા દ્વારા બિઝનેસને એક વૈશ્વિક ઓળખ મળે તે માટે તેમને રિટેલ બિઝનેસને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. 2009માં સી.જી.રોડ પર સુવર્ણકલા પ્રા. લીમિટેડના નામથી રિટેઈલના પ્રથમ આઉટલેટનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ ગ્રાહકોની સુવિધા માટે સુવર્ણકલાએ અમદાવાદ શહેરમાં જ બીજા 2 આઉટલેટ સેટેલાઇટ તેમજ મણિનગર વિસ્તારમાં શુભારંભ કર્યા છે. રિટેલ માર્કેટમાં છેલ્લા 15 વર્ષથી સર્વોચ્ચ સ્થાને છે. તેમજ દર્શન સોનીના જણાવ્યા મુજબ કોઈપણ બિઝનેસને ટોચના ક્રમે જાળવી રાખવા તેમજ ગ્રાહકોના વિશ્વાસને જાળવી રાખવા માટે સમયની સાથે ફેરફાર કરવો જરૂરી હોય છે, જે પ્રમાણે અમે પણ સમયાનુસાર ફેરફાર કરતા રહીએ છીએ.

    જવેલરીની દુનિયામાં પિતાની શરૂઆત અને તેમાં રિટેલ બિઝનેસનો ઉમેરો કર્યા બાદ સમયની માંગ મુજબ ઓનલાઇન બિઝનેસનો વિચાર આવ્યો અને ફાઇનાન્સમાંથી એમ.બી.એ થયેલા તેમજ હ્યુમન રિસોર્સમાં તજજ્ઞ તેમના ભાઈ ગુંજન સોની સાથે 2018માં જવેલીગન્સના નામે ઓનલાઇન પોર્ટલની શરૂઆત કરી છે. ઓનલાઇન પોર્ટલની શરૂઆત કરતાં ઘણા પ્રશ્નો મનમાં ઉદભવ્યા હતા. જેમકે  જવેલરીની ઓનલાઇન ડિલિવરી થશે કે કેમ? તેમજ ગ્રાહકો અમારા ઓનલાઇન પોર્ટલ પર કેટલો વિશ્વાસ કરશે? તે પ્રશ્ન હંમેશા મનમાં આવ્યા કરતો હતો પરંતુ સમય જતા અમારા ગ્રાહકોએ અમે ઓફલાઈન રિટેલ માર્કેટમાં ઉભા કરેલા વિશ્વાસ અને શુદ્ધતાને પ્રતિસાદ આપતા જવેલીગન્સને પણ એટલું જ સરળતાથી સ્વીકાર્યું છે.

    જવેલીગન્સની વેબસાઈટ www.jewelegance.com પર જુદા જુદા કલેક્શન જેમકે વેડિંગ કલેક્શન, રિયલ ડાયમંડ કલેક્શન, પર્લ કલેક્શન, ઇટાલિયન કલેક્શન, કિડ્સ કલેક્શનમાં દાગીનાની ઘણી બધી વેરાયટી ઓનલાઇન સરળતાથી જોઈ શકાય છે. દાગીનાની ખરીદી પણ કરી શકે છે. ખરીદી કરવા સમયે અથવા ખરીદી દરમિયાન કોઈપણ પ્રશ્ન હોય તો તેના માટે અમારા કસ્ટમર કેરનો સંપર્ક કરીને માહિતી મેળવી શકાય છે. ઓનલાઇન સુવિધાના કારણે હાલ વિશ્વના 20થી પણ વધુ દેશોમાં ગ્રાહકોને ઓનલાઇન દાગીનાની ડિલિવરી આપવામાં આવી છે. અમારું લક્ષ્યાંક ઓનલાઇન માર્કેટમાં પણ ગ્લોબલ રિચ મેળવવાની સાથે સાથે અમારા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તા વાળા તેમજ ડિઝાઈનર દાગીના અને શ્રેષ્ઠ સર્વિસ આપવાની છે.

    દર્શન સોનીના જણાવ્યા મુજબ અમારા બિઝનેસને આગળ વધારવા અને સફળતાના તમામ શિખરોસર કરવા માટે પરિવાર તેમજ અમારી કંપનીના તમામ કર્મચારીઓ હંમેશા સાથે ઉભા રહ્યાં છે. અમારી કંપનીનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોએ જે વિશ્વાસ અમારા અને અમારી પ્રોડક્ટ પર મુક્યો છે તે જાળવવો તેમજ ક્વોલિટીયુક્ત દાગીના આપવા તે છે. 

    દર્શન સોની જવેલરીની દુનિયામાં રહેલા આજના યુવાનોને એ જ સંદેશ આપે છે કે કોઈપણ પણ કાર્યમાં ગુણવત્તાનો ઉમેરો થશે તે કાર્ય ઉત્તમ અને ચમકદાર ઘરેણાંની જેમ ચમકશે તે નક્કી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!