• સંઘર્ષનું બીજુ નામઃ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ
    સક્સેસ સ્ટોરી 27-5-2022 10:15 AM
    • ટોકિયો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી તરીકે રાજ્ય અને દેશને સિદ્ધિ અપાવી હતી
    • મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા ભાવિના પટેલ પોતાના પરિશ્રમથી દેશને નવી સિદ્ધિ અપાવવા કૃતનિશ્ચયી

    • આજના ખેલાડીઓ અને યુવાનો માટે તેમનો સંદેશ છે કે, સખત મહેનત, પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પોતાની જાતને નવું શિખવામાં પાછળ ન રાખો... સફળતા તમારા હાથમાં હશે

    ભાવિના પટેલ

     કોઈ લક્ષ્ય માટે સંઘર્ષ એ સંઘર્ષ જ હોય છે. તેનો અન્ય કોઈ વિકલ્પ નથી. પરંતુ આ સંઘર્ષનું બીજું નામ કોઈ હોય તો તે છે ગુજરાતના ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી ભાવિના પટેલ. ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર ભાવિના પટેલ માટે વધુ કોઈ ઓળખની જરૂર નથી. આજે અનેક નવયુવાન ખેલાડીઓ માટે તે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ગુજરાત અને દેશને અનેક વખત ગર્વની ક્ષણ આપનાર ભાવિના પટેલનો સંઘર્ષ યથાવત છે. હજુ પણ અનેક સિદ્ધિ મેળવી રાજ્ય અને દેશને વધુ ગૌરવની ક્ષણ આપવા માટે સજ્જ છે. આવનારા દિવસોમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં નેતૃત્વ કરવા પોતાની અંદરના ખેલાડીને કાયમી જીવંત રાખી આગળ વધી રહ્યાં છે.

    મૂળ મહેસાણા જિલ્લાનાં વતની ભાવિના પટેલ હાલમાં અમદાવાદમાં પતિ નિકુલ સાથે રહે છે.

    ભાવિના એક વર્ષનાં હતાં, ત્યારે તેમને પોલિયો થઈ ગયો હતો. પરંતુ મજબૂત મનોબળ સામે પોલિયોને ક્યારેય હાવી થવા ન દેતા અનેક માટે આજે ઉદાહરણરૂપ બની ગયા છે. ભાવિના પટેલે 12મા ધોરણ સુધીનો અભ્યાસ પોતાના વતન મહેસાણાના સુંઢિયા ગામમાં કર્યો, કોલેજનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદમાં કર્યો છે. બાદમાં આઈટીઆઈનો કોર્સ કરવા 2004-05માં અમદાવાદના અંધજન મંડળમાં ગયા ત્યારે પ્રથમ વખત તેમણે જોયું કે મારા જેવા જ લોકો ટેબલ ટેનિસ રમી રહ્યા છે. અને આ ક્ષણ જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. તેમણે 2007માં વિધિવત ટેબલ ટેનિસની પ્રેક્ટિસ શરૂ કરી હતી. પછી પાછું વળીને જોયું નથી આજે તેઓ આજ સુધીમાં વિશ્વના 26 જેટલા દેશોમાં ભારત વતી રમી ચૂક્યાં છે. કારકિર્દીમાં તેમને ગોલ્ડ, સિલ્વર સહિત 22થી વધુ આંતરરાષ્ટ્રીય મેડલ મળી ચુક્યા છે. તેઓની કારકિર્દીમાં ગત વર્ષે પેરા ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાત અને દેશને ખૂબ મોટી સિદ્ધી અપાવી હતી. આ ક્ષણનો સાક્ષી સમગ્ર દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી, કેન્દ્રીય રમતગમત મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત કરોડો ભારતીયોએ તેમની આ સિદ્ધિ બદલ અભિનંદનની વર્ષા કરી હતી. 


    ‘મારા સંઘર્ષમાં પતિ, પરિવારનું મોટું યોગદાન’
     ભાવિના પટેલ અમદાવાદમાં પતિ નિકુલ સાથે રહે છે. તેમના જણાવ્યા મુજબ તેમને એવું લાગતું હતું કે લગ્ન પછી કદાચ મારે ટેબલ ટેનિસ છેડવું પડશે. પરંતુ પતિ નિકુલે આપેલા સ્પોર્ટ અને અપાર પ્રેમના કારણે આ સિદ્ધિના શિખરો સુધી પહોંચી છું. તેઓ વધુમાં કહે છે કે નિકુલ મને પતિના રૂપમાં ઈનડાયરેક્ટ કોચ પણ મળ્યાં છે. મારે કોઈ સ્પર્ધામાં રમવા જવાનું હોય તે પૂર્વે સામેના ખેલાડીઓનું લિસ્ટ આવે છે. નિકુલ સામેના ખેલાડીની રમતમાં શું ખાસિયત છે અને શું નબળાઈ છે તેની તમામ વિગતો તૈયાર કરી આપે છે. જેથી મને તૈયારી કરવામાં અને રમવામાં ઉપયોગી બને છે. ઘર, ઑફિસ કે સ્પોર્ટ્સ દરેક તબક્કે તેમના પતિ પડછાયાની જેમ તેમની સાથે રહે છે. વધુમાં તેઓ પોતાના માતા-પિતાના સંઘર્ષને પણ યાદ કરતા કહે છે. સામાન્ય પરિવારમાંથી મને આં.રા.કક્ષાની ખેલાડીની સફરમાં તેમનું અમૂલ્ય અને મોટું યોગદાન છે. તે જીવનમાં કોઈપણ મુલ્યથી ચૂકવી શકું તેમ નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!