• ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે આશિષ દેસાઈની નિમણૂક
    મુખ્ય શહેર 24-2-2023 12:24 PM
    ગુજરાત

    ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે આશિષ જીતેન્દ્ર દેસાઈની શુક્રવારે નિમણૂક કરવામાં આવી હતી. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી નિવૃત્ત થવાના એક દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી.

    કેન્દ્રના કાયદામંત્રી કિરણ રિજિજુએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ આશિષ  દેસાઈની ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 26 ફેબ્રુઆરીથી પદભાર સંભાળશે. તેમને મારી શુભેચ્છાઓ.

    25 ફેબ્રુઆરીએ સોનિયા ગોકાણી નિવૃત્ત થશે. તેઓ 62 વર્ષના થઇ ગયા છે. 12 ફેબ્રુઆરીએ જ તેમને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા હતા. ભારતમાં કુલ 25 હાઈકોર્ટ આવેલી છે જેમાંથી હાલમાં તેઓ એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ છે.  જ્યારે અન્ય એક મહિલા જજ સબીના હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે ફરજ પર છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!