• ગુજરાતના ઈન્ચાર્જ DGP તરીકે વિકાસ સહાયની નિમણૂક

    મુખ્ય શહેર 31-1-2023 10:29 AM
    • વર્તમાન ડીજીપી આશિષ ભાટિયાની મુદ્દત પુરી થતા
    ગાંધીનગર

    ગુજરાતના DGP ના નામની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપાયો છે. આ માટે 3 IPS અધિકારીઓ DGPની રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય ફાવી ગયા છે. આજે સાંજ સુધીમાં થશે સત્તાવાર જાહેરાત.વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 માસનું એક્સ્ટેન્શન અપાયુ હતું. મહત્વનું છે કે આજે ગુજરાતના નવા DGPના નામની જાહેરાત થઈ શકે છે ત્યારે આ રેસમાં 3 નામ મોખરા પર છે. આ નામની વાત કરીએ તો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચાઈ રહ્યુ હતું. સાથે જ સુરતના સીપી અજય તોમર પણ આ રેસમાં સામેલ હતું. એટલું જ નહીં ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય પણ ગુજરાતના DGP બની શકે તેવી પુરી શક્યતાઓ હતી. જાન્યુઆરી માસના અંતમાં આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું. ત્યારે હવે નવા ડીજીપીની નિમણૂંક કરવાનો સમય આવી ગયો હતો. જેના બાદ વિકાસ સહાયનું નામ જાહેર કરાયુ હતું. ગુજરાતના નવા ડીજીપીના ત્રણ નામોની યાદી કેન્દ્રમાં ગુજરાત તરફથી મોકલવામાં આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!