• અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતી 11 બેઠકો પર 50 ટકા આસપાસ મતદાન!
    ગુજરાત વિધાનસભા 2022 6-12-2022 12:16 PM
    • સવારે લાંબી કતારો બાદ બપોર પછી નિરસ મતદાન થયું
    અમદાવાદ

    રાજ્ય વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કામાં ભાજપનો ગઢ ગણાતી અમદાવાદની 11 બેઠકો પર કુલ સરેરાશ મતદાનનો આંકડો માંડ 50 ટકા આસપાસ રહેતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. ઓછા થયેલા મતદાનને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જોકે તેની કેટલી અને કેવી અસર પડશે તે  મત ગણતરીમાં ખબર પડશે.

    ઓછા મતદાનને લઈને પૂર્વ અમદાવાદમાં હાલ ભર્યા નાળિયેર જેવી સ્થિતિનું સર્જન થયું છે. સામાન્ય રીતે ઓછુ મતદાન ભાજપ માટે જોખમી પુરવાર થતું હોવાનું રાજકીય નિષ્ણાંતો માને છે. પૂર્વ અમદાવાદમાં મતદાનમાં શરૂઆતથી જ નિરસ માહોલ જોવા મળતો હતો. અડધો અડધ શહેરીજનો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. મતદાન શરૂ થવાના સમયે સવારે થોડા સમય માટે મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ બપોર બાદ નિરસ માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે મતદાન 50 ટકાની આસપાસ નોંધાયું હતુ.

    સાંજ સુધીમાં બુથ ખાલી થઈ ગયા હતા. પરિણામે મતદાનના બહાર આવેલા આંકડા નિરાશાજનક રહ્યાં છે. ચૂંટણી પંચના લોકજાગૃતિના કાર્યક્રમો તથા રાજકીય પક્ષોના આક્રમક પ્રચાર-પ્રસારની જાણે કે કોઈ જ અસર ન પડી હોય તેવી હાલત મતદાન પરથી જોવા મળી છે. હાલની સ્થિત મુજબ પૂર્વ અમદાવાદની વિધાનસભાની 11 બેઠકો પૈકી હાલ ભાજપ પાસે 7 બેઠકો છે. કોંગ્રેસ પાસે 4 બેઠકો છે. ઓછા મતદાનના કારણે ભાજપનો સ્કોર આ વખતે ઘટી જાય તેવી પુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદારોનું અકળ મૌન હાલ તો તમામ રાજકીય પક્ષોના નેતાઓને અકળાવી રહ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!