• આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 74% ભારતીયોની નોકરી છોડાવશે
    આંતરરાષ્ટ્રીય 2-6-2023 09:09 AM
    • 78 ટકા ભારતીય કર્મચારીને AIનું પૂરતું જ્ઞાન નથી એટલે માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં મોટો ભય વ્યક્ત કરાયો
    વોશિંગ્ટન

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે ભારતમાં 74 ટકા કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ભારતમાં હાથ ધરવામાં આવેલા એક સરવેમાં લગભગ ત્રણ ચતૃર્થાંસથી વધુ લોકોએ કહ્યું કે અમને ચિંતા થઈ રહી છે કે ક્યાંક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)તેમની નોકરી ન છીનવી લે. માઈક્રોસોફ્ટના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

    માઈક્રોસોફ્ટ વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ 2023ના અહેવાલ મુજબ, 90 ટકા ભારતીય નોકરીદાતાઓનું કહેવું છે કે તેઓ જે કર્મચારીઓને નોકરી પર રાખે છે તેમને AIના વિકાસ માટે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે.  અહેવાલો અનુસાર ભારતના લગભગ 1,000 સહિત 31 દેશોના 31,000 લોકો પર હાથ ધરાયેલા સરવેમાં જાણવા મળ્યું કે 74 ટકા ભારતીય કર્મચારીઓનું એવું માનવું છે કે AIને લીધે તેમની નોકરી છીનવાઈ જશે. જ્યારે સર્વે દર્શાવે છે કે 83 ટકા ભારતીય કર્મચારીઓ તેમના વર્કલોડને ઘટાડવા માટે એઆઈને શક્ય તેટલું વધુ કામ સોંપવા તૈયાર છે.

    90 ટકા એમ્પ્લોયર્સ કહે છે કે તેઓ જે કર્મચારીઓને ભરતી કરે છે તેમને AI વિકાસ માટે તૈયાર કરવા માટે નવા કૌશલ્યો શીખવાની જરૂર પડશે. 78 ટકા ભારતીય કર્મચારીઓ માને છે કે તેમની પાસે હાલમાં AIનું પૂરતું જ્ઞાન નથી.  ભારતમાં માઈક્રોસોફ્ટના પ્રમુખ મોડર્ન વર્ક ભાસ્કર બસુએ કહ્યું કે એઆઈની આગામી પેઢી ઉત્પાદકતા વૃદ્ધિના નવા માર્ગો ખોલશે, કામ સરળ બનાવશે અને લોકોના ઉપરથી ભારણ ઘટશે. દરેક સંગઠન અને નોકરીદાતા માટે આ એક તક અને જવાબદારી છે કે એઆઈને સુધારવામાં યોગદાન આપે. 
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.