• અસ્મિતા : વ્યક્તિત્વની ગુણવત્તા : આપણે ટર્બાઇન છીએ કે રેગ્યુલેટર?
     છેલ્લાં ચાર વર્ષથી મોદીજીએ “સિવિલ સર્વિસ ડે” ઉજવવાની શૈલીમાં અમૂલ પરિવર્તન લાવી દીધાં છે. દર વર્ષે 21 એપ્રિલે દેશભરમાંથી વિભિન્ન વિભાગોના આઈ.એ.એસ. ઓફિસરો એક સ્થળે ભેગા થતા, જૂની યાદો તાજી કરતા, એકાદ પાર્ટી કરતા અને ક્યાંક વિકાસની ચર્ચા કરીને છૂટા પડતા.


     મોદીજીએ આ પરંપરાને નવું, પ્રેરક, સંદેશ કેન્દ્રી અને ચિંતનશિબિર જેવું સ્વરૂપ આપીને દેશભરના બધા જ સિવિલ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી એક કર્યા. તે પછી  જે સંદેશ આપ્યો, તેનો સાર એક શબ્દમાં કહેવો હોય તો એટલું કહેવાય કે ક્વોલિટી ગવર્નન્સ !

    આ ક્વોલિટી એટલે શું? જેમ ટકાઉપણું કપડાની ક્વોલિટી હોય, સુઘડ લેખન પેનની ક્વોલિટી હોય, સ્વાદ અને પૌષ્ટિકતા ભોજનની ક્વોલિટી હોય, તેમ માણસની-સિવિલ સર્વન્ટની, શિક્ષકની, ડૉક્ટર, વકીલ જેવા પ્રોફેશનલ્સની ક્વોલિટી કઈ હોઈ શકે? આપણે ત્યાં ક્વૉલિટી મેઈન્ટેઈન રાખવા માટે આઇ.એસ.ઓ. માર્કાનો ક્રાઈટેરિયા મૂકવામાં આવ્યો છે, કે “આ રીત”ની ચીજો જ તેમાં પ્રમાણિત ગણવામાં આવશે. આ રીતમાં બે પ્રકારના દૃષ્ટિકોણથી પ્રોડક્ટ કે ઉત્પાદનને જોવામાં આવે છે. એક દૃષ્ટિકોણ છે સ્ટેટેડ નીડનો.જેમકે બોલપેન જોઈએ છે, પણ તે મેટલ બોડી વાળી હોય, મજબૂત હોય.. ટીવી જોઈએ છે, તે પ્રભાવક દેખાવનું હોય, મજબૂત બાંધાનું હોય... અને બીજો દૃષ્ટિકોણ છે: ઇમ્પ્લાઇડ નીડનો. એટલે કે પેન તો જોઈએ છે, પણ  તેનાથી સરસ સુઘડતા ને સરળતાથી લખી શકાતું હોય... ટીવી તો જોઈએ, પણ તેનો સાઉન્ડ, તેની એચ.ડી. ક્વોલિટી વગેરે દર્શકોને અહ્લાદ આપે તેવું હોય...આઇ.એસ.ઓ. ક્વોલેટીની પાયાની માગણી એ હોય છે, કે વસ્તુ સ્ટેટેડ ક્વોલિટીની પણ હોવી જોઈએ, અને ઈમ્પ્લાઇડ ક્વોલીટીની પણ હોવી જોઈએ.વ્યક્તિની ક્વોલિટીમાં પણ શું આ વાત જ લાગુ પાડી શકાય?


    વ્યક્તિ મક્કમ મનનો હોય, સંકલ્પ બદ્ધ હોય, જવાબદારીઓમાં  પ્રતિબદ્ધ હોય, હસમુખો, મિલનસાર, પવિત્ર ચરિત્ર વાળો અને રાષ્ટ્રપ્રેમી પણ હોય!! આમ વ્યક્તિની ગુણવત્તા અને ઉત્પાદનની ગુણવત્તા વધુ સ્પષ્ટતાથી સમજવી હોય તો એટલું કહી શકાય કે ટોટલ ઓફ કેરેક્ટરિસ્ટિક અને એબિલિટી ટુ ઈમ્લાયઇડ નીડ.


    જ્યારે વ્યક્તિમાં દૃષ્ટિની સમગ્રતા જન્મે, અને ઉપરોક્ત બંને પ્રકારના ગુણોથી પોતાની કંપનીને, સંસ્થાને, શાળાને, ગ્રાહકોને,દર્દીઓને કે ક્લાયન્ટને સંતોષ આપી શકે તેવી ક્ષમતા હોય, તે વ્યક્તિત્વની કુલ ગુણવત્તા ગણાવી જોઈએ.મોટોરોલા કંપની કોમ્યુનિકેશનની દુનિયામાં પેજર લઈને આવી, ત્યારે તે અનોખી ક્રાંતિ ગણાઈ હતી. પછીથી 1992-93માં પ્રથમવાર 1  કિલો વજનનો મોબાઈલ ફોન બજારમાં મુકાયો ત્યારે, મોટોરોલા એક જાહેરાત આપતી: યોર બેસ્ટ ઇઝ અવર બેટર! તમે જેને બેસ્ટ કહેશો, તેને અમે માત્ર બહેતર માનીએ છીએ!પછીથી તે ફોન 600 થી 800 ગ્રામ વજનનો કરીને સુધારેલી, ડીસન્ટ પ્રોડક્ટ બજારમાં મૂકી, ત્યારે જાહેરાત આવતી: યોર વાઉ ઇસ અવર બેસ્ટ ! તમને આ ફોન જોઈને ઓહનો ઉદ્ગાર નીકળી આવે, તો અમે સમજશું કે અમે તમને શ્રેષ્ઠ આપ્યું છે.  પછી જ્યારે તેમાં પણ સુધારો કરવામાં આવ્યો, ત્યારે એક સૂત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું : યોર વાઉ ઇઝ અવર ડ્રીમ!!જો કે મોટોરોલા પોતાની અંદરના સુધારા ન કરી શકી, અને મોબાઈલ માર્કેટમાંથી નામશેષ  થઈ ગઈ, તે જુદો વિષય છે. પણ એટલી વાત નક્કી છે કે માણસ હોય કે ઉત્પાદન બંને ત્રણ બાબતો માંગે છે:
    - ક્વૉલિટી ઓફ ડિઝાઈન. જિંદગીની ડિઝાઇન કેવી બનાવી શકાય ?

    -ક્વૉલેટી ઓફ કન્ફોર્મન્સ.

    પ્રતિબદ્ધતાની મજબૂતી કેવી હોઈ શકે ?

    -અને ક્વોલિટી ઓફ પર્ફોર્મન્સ. પ્રસ્તુતિ કે અભિવ્યક્તિની ગુણવત્તા કેટલી ઊંચી હોઈ શકે?દેશવાસીઓને પ્રધાનમંત્રીશ્રીએ અનેકવાર આ સંદેશ આપતા રહેવાનું જાણે પ્રણ લીધું છે કે સીધું જ ટ્રાન્સફોર્મ શક્ય નથી. પરંતુ રિફોર્મ ટુ પરફોર્મ ટુ ટ્રાન્સફોર્મ જ શક્ય છે...

    વિષય જરા અટપટો છે. પરંતુ સરળતાથી સમજાવવાનો અહીં પ્રયાસ છે.

    સીધી વાત એ છે કે  માણસમાં ક્વોલિટી હોય તો જ તે જે તે ક્ષેત્રમાં સહજ સ્વીકાર્ય હોય, અને નિ:સંશયપણે તેના એજન્ડા કે સૂચનને સહજ રીતે અમલમાં લાવી શકાય!

    રાત્રે અઢી વાગ્યાનો સમય હતો. અને ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર અને શિક્ષણવિદ્ મનુભાઈ પંચોળી મણારના વિદ્યાસંકુલમાં પોતાના ઓરડામાં વિશ્વ ઇતિહાસનું  પુસ્તક વાંચી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ લાઈટ ચાલુ જોઈ ઓરડાના ઉંબરે આવીને પૂછ્યું: દાદા, અત્યારે  શું કરો છો? 

    મનુભાઈએ કહ્યું: તાસ લેવાની તૈયારી! આવતીકાલે મારે વિશ્વ ઇતિહાસનો તાસ લેવાનો છે. વિદ્યાર્થીઓ સ્મિત કરતાં કહે: દાદા, તમારે તૈયારી કરવાની શી જરૂર?..

    ‘સાચી વાત છે.’ મનુભાઈએ કહ્યું, હું વગર તૈયારીએ નવ કલાક આ વિષય પર ભણાવી શકું તેમ છું. પણ હું તૈયારી એટલા માટે કરું છું કે હું મારી જાત સાથે રોજ હરીફાઈ કરું છું!!’ પછી ઉમેર્યું કે ‘આટલી મહેનત એટલા માટે કે વાલીઓ અને વિદ્યાર્થીઓની ગતિ સામે મને ક્યાંક વામણા થવાનો વખત ન આવી જાય!!

    અમે પ્રમુખસ્વામી મહારાજને અક્ષરધામ જેવા વૈશ્વિક પ્રોજેક્ટના એકે એક ક્ષેત્રમાં ઊંડા ઊતરતા જોયા છે, તો સાથે જ મગના શીરાની ક્વોલિટી કેવી હોય કે દાળભાતની ગુણવત્તા કેવી હોય તેમાં પણ એટલા જ ઊંડા ઊતરીને સચોટ સૂચનો આપતા જોયા છે.

    શિક્ષક તરીકે હોવાનું અથવા માર્ગદર્શક તરીકે રહેવાનું આવા  મહાપુરુષોને જે ગૌરવ હતું, અને વિદ્યાર્થી કે શિષ્યોને સમયની ગતિ સાથે તાલ મિલાવવા રાત મોડી રાત જાગીને પણ તૈયારી કરવાની જે  પોતાની પ્રતિબદ્ધતા  હતી, એટલે જ તેઓનું વ્યક્તિત્વ લોક હૃદયમાં સ્થાન લઈ શક્યું,  અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે રોજ પાછું વળીને જોવું, જે  હું શું કરવા આવ્યો છું, અને શું થઈ રહ્યું છે?

    ક્વોલિટી ત્યારે ઘડાય,જ્યારે માણસના સ્પષ્ટતા હોય કે હું શા માટે આ ક્ષેત્રમાં છું ?

     જરા આ ત્રણ પ્રશ્નોના જવાબ આપશો ? તમે જે સંસ્થા પરિવાર કે સમાજમાં સંકળાયેલા છો ત્યાં જે છે તે બધું બરાબર છે?

     જે ચાલે છે, તે બધું બરાબર કરી શકાય તેમ છે ?

    બધું બરાબર કરવા શું કરી શકાય તેમ છે ? 

    હું જે કંઈ કરું છું, તે મારે માટે કર્મકાંડ છે?  યાંત્રિક રૂટિન છે?  કે પછી રિચ્યુઅલ બનીને અટકી તો નથી ગયું?

    આ પ્રશ્નો માણસ માટે બે દિશા ખોલે છે: ક્રિટિકલ થીંકીંગની અને  ક્રિએટિવ પ્રયાસોની.

    ક્રિએટિવિટી હંમેશાં પ્રયોગો કરાવતી રહે છે, અને પ્રયોગો કરતા રહેવાના સંસ્કારો સૂચનાઓ, સર્ક્યુલરો કે સલાહોથી આવતા નથી. પ્રયોગો પ્રેરણામાંથી આવે છે. જવાબદારી, સફળતા માટેની આગ અને માલિકી ભાવના ગૌરવમાંથી પ્રયોગો જન્મે છે, જાતને થાબડતા રહેવાની સ્વપ્રશંસાથી નહીં. જાતને ઈમાનદારીથી માપતા રહેવાની, કાપતા રહેવાની, તથા નિષ્પક્ષ અનુશાસનની ક્રિટિકલ અવેરનેસ સિવાય જવાબદારી આપણી નજીક પણ આવતી નથી. પ્રમુખ સ્વામી મહારાજે એકવાર મુખ્ય જવાબદારી સંભાળતા સંતોને કહ્યું હતું કે દર વખતે માણસે પ્રભાવ પેદા કરવા માટે કંઈક કરવું જ પડે તેમ નથી, કંઈ ન કરીને પણ પ્રભાવ પેદા કરી શકાય છે. માત્ર તમારી સાધુતાની પ્રતિભાથી...આ વાક્ય બીજી વાર વાંચો.  નિષ્ક્રિય માણસ આસપાસના આખા વાતાવરણને ચૈતન્યહીન, ગૌરવહીન, તેજહીન, પ્રાણહીન, અને ગતિહીન બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે.

    આવા લોકો માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા શબ્દ વાપરે છે: તમસ્. 1944માં સુભાષચંદ્ર બોઝે મ્યાનમાર ખાતે એક ભાષણમાં કહેલું કે જ્યારે માણસ પાસે કોઈ મોટીવ પાવર જ નથી હોતો, ત્યારે તે માણસ ગુણવત્તા વગરનો બની જાય છે.  લક્ષ્ય ઊર્જાથી જ આપણે પરાક્રમી કાર્યો (બ્રેવ ડીડ)કરી શકીએ, અને એવાં કાર્યોથી જ ઇતિહાસ ખળભળી ઊઠે છે!!

    આપણી લક્ષ્ય ઉર્જા (મોટીવ પાવર) કઈ છે? મને પોતાને મોટીવ પાવર શેમાંથી મળે છે ? મર્યાદાનું સ્થાપન એ શ્રીરામનો મોટીવ પાવર હતો. ધર્મનું પરિત્રાણ અને અધર્મના  વિનાશ સાથે સાધુ સજ્જનોની સુરક્ષા એ શ્રીકૃષ્ણનો મોટીવ પાવર હતો. ગંગાનું અવતરણ કરાવવું જ, એ ભગીરથનો મોટીવ પાવર હતો... એક એક મહાપુરુષો પાસેની આ લક્ષ્ય ઊર્જાએ ક્વોલિટીના એવા માપદંડો તેમના વ્યક્તિત્વમાં ઉમેર્યા કે તેઓ આપણા આદર્શ બનીને રહી ગયા.

    આટલા જ નાના ફરકમાં કેટલાય લોકો રેગ્યુલેટર બનીને દિવાલે ચોંટી જાય છે. અને કેટલાક ટર્બાઈન બનીને ઊર્જાના ઉત્પાદનથી સંસારને અજવાળતા રહે છે...

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!