• સંગનો પ્રભાવ
    આર્ટિકલ 5-2-2023 11:57 AM
    લેખક: વિનોદ માછી
    એક રાજા ઘોડા ઉપર સવારી કરી એકલા જંગલમાં શિકાર કરવા માટે જાય છે.રાજા જ્યારે ડાકુઓની વસ્તીમાંની એક ઝુંપડી પાસેથી પસાર થાય છે ત્યારે એક એક ઝુંપડીના દ્વાર ઉપર પિંજરામાં બંધ એક પોપટ બૂમો પાડે છે કે ઉભા થાઓ, આને પકડો, તેને મારી નાખો,તેની પાસેનો ઘોડો છીનવી લો,તેના ઘરેણા લૂંટી લો.

    રાજા સમજી ગયા કે હું ડાકુઓની વસ્તીમાં આવી ગયો છું.રાજાએ પોતાના ઘોડાને ઘણી જ ઝડપથી દોડાવ્યો.ડાકુઓએ રાજાનો પીછો તો કર્યો પરંતુ રાજાનો ઘોડો ઉત્તમ હતો એટલે રાજા થોડા જ સમયમાં ત્યાંથી દૂર નીકળી જાય છે.ડાકૂઓએ નિરાશ થઇ રાજાનો પીછો કરવાનું છોડી દે છે.આગળ જતાં રાજા એક ઋષિના આશ્રમમાં પહોંચે છે તો ત્યાં પણ પિંજરામાં એક પોપટ બેઠો હતો.રાજાનું આગમન થતાં જ પોપટ બોલે છે કે આવો રાજા..આપનું હાર્દિક સ્વાગત છે. અરે..અતિથિ પધાર્યા છે..અર્ધ્ય લાવો..આસના બિછાવો?

    પોપટના શબ્દો સાંભળીને મુનિ તરત જ કુટીયાની બહાર આવીને રાજાનું સ્વાગત કરે છે.ઋષિ-મુનિઓના આતિથ્ય સ્વીકાર કર્યા બાદ રાજા મુનિઓને પુછે છે કે મહારાજ..એક જ જાતિના પક્ષીઓ હોવા છતાં તેમના સ્વભાવમાં આટલું અંતર કેમ છે?

    ત્યારે મુનિઓ જવાબ આપે ત્યાર પહેલાં પોપટ બોલી પડે છે કે રાજન..અમે બંને એક જ માતા-પિતાના સંતાન છીએ પરંતુ તેને ડાકુઓ લઇ ગયા અને મને આ મુનિ પોતાના આશ્રમમાં લઇ આવ્યા હતા. તે હિંસક લોકોની વાતો શ્રવણ કરે છે અને હું ઋષિ-મુનિઓના વચન શ્રવણ કરૂં છું.આપે સ્વયં જોઇ લીધું કે કેવી રીતે સંગના પ્રભાવથી પ્રાણીઓમાં ગુણ કે દોષ આવી જાય છે.

    અમારા શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસર્ગજા દોષ-ગુણા ભવંતિ.જેવો સંગ તેવો રંગ.બાળક જેમ જેમ મોટો થાય છે તેમ તેમ માતા-પિતા,આસપાસના વાતાવરણ અને બાળમિત્રોનો તેના જીવન ઉપર પ્રભાવ પડતો હોય છે એટલે માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે કે બાળકોમાં બાળપણથી જ સારા સંસ્કાર આપવા જોઇએ.

    મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્ત  થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે.

    સંતોનો સંગ કરીને જે સદગુરૂ ૫રમાત્માનું ધ્યાન કરે છે તેમનું મન જેમ અ૫વિત્રથી અપવિત્ર જળ જેમ ગંગામાં ભળીને ગંગાજળ બની જાય છે તેમ વિકારોથી રહીત થઇ જાય છે.પ્રભુને જે હંમેશાં અંગસંગ સમજીને તેમનું સુમિરણ કરે છે તેમના ચરણોમાં તમામ સુખો આવી જાય છે..મનની તૃષ્ણાઓ શાંત થઇ જાય છે.

    શુભ વચન ૫ણ સમય આવે ઝેર સાથે મળીને તે ઝેર રૂપે થાય છે અને સારા સંગથી રત્ન જેવું કામ આપે છે.જે લોકો વિષયોના સેવન અને ઉદર પોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો ક્યારેય સંગ ના કરવો. દુષ્ટ્રવૃત્તિ ધરાવનારાઓનો..ક૫ટી અને લુચ્ચાઓનો..મૂર્ખ અને વ્યસનીઓનો સંગ ના કરવો.

    બુદ્ધિમાન પુરૂષે કુસંગ ત્યજીને સત્પુરૂષોનો સંગ કરવો જોઇએ.તેઓ પોતાના સદઉ૫દેશથી મનની આસક્તિ દૂર કરી દે છે.સંત મહાપુરૂષોનું ચિત્ત ૫રમાત્મામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી.તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે.તેઓ સર્વમાં અને સર્વત્ર  ૫રમાત્માને જુવે છે. મમતા અને અહંકારથી તેઓ ૫ર હોય છે.ઠંડી-ગરમી,સુખ-દુઃખ..વગેરે દ્વન્દ્રો તેમને સ્પર્શી શકતા નથી.

    જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો.ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી.

    જેમ નાની ચિનગારી કપાસનો ઢગલો બાળી દે છે તેમ એક નાનો કુસંગ ૫ણ સ્ત્રીના ૫તિવ્રતા ધર્મનો નાશ કરી દે છે.સતી સ્ત્રીએ ક્ષણ માત્ર ૫ણ કુલટા સ્ત્રીનો સંગ ના કરવો.સ્ત્રી ઘી થી ભરેલો ઘડો છે.પુરૂષ સળગતો અંગારો છે માટે ઘી અને અગ્નિનો સંગ કરવો યોગ્ય નથી. સ્ત્રીસંગના ક્ષણભંગુર સુખથી વિરામ પામો અને સ્ત્રીસંગની ઇચ્છા હોય તો કરૂણા-મૈત્રી અને પ્રજ્ઞારૂપી સ્ત્રીનો સંગ કરો.પ્રત્યેક ચાર સ્ત્રીઓ (કરૂણા મૈત્રી પ્રજ્ઞા અને સ્ત્રી) સાથે ૫રણવું જોઇએ કારણ કે હારયુક્ત ભારે સ્તન મંડલ કે મણીની મેખલાથી રૂમઝુમ થતા નિતંબનો ભાર કંઇ નરકમાં શરણ (તારનાર) થનાર નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!