• મલાઇકા અરોરાનાં ડાન્સ રિયાલિટી શો માટે ઓડિશન શરૂ
    મુખવાસ 7-2-2023 08:23 AM
    • ઓનલાઈન ઓડિશનમાં ઘરે બેઠા વીડિયો ક્લિપ્સ સબમિટ કરી શકે 
    ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 ટૂંક સમયમાં ટીવીના નાના પડદા પર ટકોરા આપવા જઈ રહ્યો છે. ફેન્સ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કારણ કે શોના ઓડિશન શરૂ થઈ ગયા છે. સોની ટીવીના ઓફિશિયલ એકાઉન્ટ પર આની જાહેરાત કરવામાં આવી છે. આ ઓડિશન સીઝન 2 દરમિયાન ગ્રાઉન્ડ પર થયા હતા એટલે કે દરેક સ્પર્ધકે ઓડિશનના સ્થળે આવીને પરફોર્મન્સ આપવાનું હતું પરંતુ સીઝન 3નું પ્રારંભિક ઓડિશન ઓનલાઈન હશે.

    ઓનલાઈન ઓડિશનમાં ઘરે બેઠા સ્પર્ધકો તેમના પરફોર્મન્સની વીડિયો ક્લિપ્સ મેકર્સ સમક્ષ સબમિટ કરી શકે છે અને જો તેઓ આ ઓડિશનમાં સિલેક્ટ થશે તો તેમને આગામી રાઉન્ડ માટે મુંબઈ આવવાની તક આપવામાં આવશે.તાજેતરમાં સોની ટીવીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નવી વીડિયો ક્લિપ શેર કરીને મલાઈકા અરોરાના ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 3’ની જાહેરાત કરી છે. ઓનલાઈન ઓડિશનની જાહેરાત કરતી વખતે આ વીડિયોમાં શોના ઓડિશનની પ્રક્રિયાને પણ વિગતવાર સમજાવવામાં આવી છે. જેની મદદથી સ્પર્ધકો તેમના ડાન્સ વીડિયો બનાવી અને અપલોડ કરી શકે છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.