• ઓસ્ટ્રેલિયા ટીમની વર્લ્ડ કપની જર્સી રિલીઝ કરાઇ
    સ્પોર્ટ્સ 22-9-2023 11:22 AM
    નવી દિલ્હી

    ઑસ્ટ્રેલિયા દ્વારા ભારતમાં રમાનારા ODI વર્લ્ડ કપ 2023 માટે જર્સી બહાર પાડવામાં આવી છે. ODI વર્લ્ડ કપ નજીક આવતો જોઈને ઓસ્ટ્રેલિયા દ્વારા જર્સી બહાર પાડવામાં આવી હતી. \ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પહેલા ભારત સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની છે.જર્સીની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયાના પરંપરાગત પીળા રંગમાં રાખવામાં આવી છે. ઉપર જમણી તરફ ક્રિકેટ વર્લ્ડ કપ ઈન્ડિયા લખેલું છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા ક્રિકેટનો લોગો છે. આ સિવાય ડાબી સ્લીવ પર સ્પોન્સરનું નામ લખેલું છે. બાકીની જર્સી સાદી રાખવામાં આવી છે. બાજુમાં આંટી ફિયોના ક્લાર્ક દ્વારા ડિઝાઇન કરાયેલફર્સ્ટ નેશન્સ આર્ટવર્ક છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.