• બાગેશ્વર બાબા ખાટુશ્યામ મંદિરમાં દર્શને નહીં જાય, ખાનગી હોટેલમાં VIP ભક્તો સાથે કરશે મુલાકાત
    મુખ્ય શહેર 27-5-2023 11:47 AM
    • નિર્ધારિત સમય કરતાં કાર્યક્રમ મોડો શરૂ થતાં ખાટુશ્યામ મંદિરની મુલાકાત રદ કરાઈ
    સુરત

    બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ થયો છે. થોડી વારમાં તેઓ ખાનગી હોટલમાં વીઆઈપીઓ સાથે મુલાકાત કરશે. બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

    સુરતમાં આજે ફરી ભરાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર. જેમાં આજે પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શકયતા છે. જેના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ પ્રથમ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરી  બાદમાં વીઆઈપી ભકતો સાથે મુલાકાત કરવાના હતા.જો કે તેમના નિર્ધારિત સમય કરતા કાર્યક્રમ મોડો થયો હોવાથી તેઓ ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવા નહીં જાય. બીજી તરફ સુરતના નીલગિરિ મેદાનમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં પ્રથમ દિવ્ય દરબાર યોજાયો હતો. બાબાના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. કલાકો પહેલાં જ તડકામાં ભાવિકો ઊમટ્યા હતા. કાર્યક્રમમાં સમાય નહીં એટલા લોકો ઉમટી પડ્યાં હતા.

    દિવ્ય દરબારની શરૂઆતમાં બાબા બાગેશ્વરે સનાતનનો હુંકાર કર્યો હતો અને કહ્યું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. મારા બાગેશ્વર ધામના પાગલો એક વાત તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે. તે દિવસે ભારત તો શું, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. દિવ્ય દરબારમાં બાબાએ લોકોની અરજી સ્વીકારી પ્રશ્વો સાંભળ્યાં. બાબાએ કેટલાક લોકોને મંચ પર બોલાવીને સમસ્યાનું સમાધાન આપ્યું. તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને આશિર્વાદ લીધી હતા. દિવ્ય દરબારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!