• બકો જમાદાર : 28. પ્રદૂષણ નાબૂદ
    સાહિત્ય 22-7-2022 12:59 PM
    જયશ્રીબહેન પટેલ

     વહેલી સવારે રોજ ચાલવા જતાં બકા જમાદારને અને બકરીબહેનને સખત ધુમ્મસનો સામનો કરવો પડતો. હમણાં-હમણાં આ દિવાળીને કારણે ફટાકડા ફૂટે અને પ્રદૂષણને કારણે ધુમ્મસ થાય. માસ્ક પહેરીને ફરનારા અને શ્વાસને કારણે કેટલાય લોકો આવી નહોતા શકતા.

    બકા જમાદારના મનમાં ખૂબ દુ:ખ થતું કે શિયાળાની ખુશનુમા સવાર કોઈ માણી ન શકે તે શું કામનું? આનો ઇલાજ શું? સરકારના આટલા સખત કાયદા છતાં લોકો જ આ ફટાકડાને બંધ ન કરે તો? લોકોને જાગૃત કરવા જોઈએ. આમાં તો સવારે અકસ્માતો પણ થાય અને માનવ અને પ્રાણી બધાં જ મૃત્યુ પામે.

    બકા જમાદારે ધીરે-ધીરે નાના-નાની પાર્કમાં સુંદર બૅનરો લગાવી દીધાં. ત્યાં સારા વક્તાને બોલાવીને ભાષણ પણ આપ્યું કે શ્વાસની બીમારીના રોગ સમાન આ ધુમાડાનો અંત કરવો જોઈએ, ફૅક્ટરીઓ શહેરની બહાર જ રાખવી જોઈએ વગેરે... બકા જમાદાર સાથે એમના મિત્રો મળ્યા. એમના પાડોશીની માંજરબહેનનો દીકરો મીંદડો હૉસ્પિટલમાં છે, કારણ તેણે ક્યાંક ગંદું પાણી પી લીધું. અરેરેરે! જ્યાં ને ત્યાં પ્રદૂષણ ભરડો ઘાલીને કૅન્સર નામના જીવલેણ રોગને પેદા કરી ચૂક્યું છે. માનવી આમ ને આમ જ જિંદગી પૂરી ન કરી શકે!

    ત્યાં બાળકોએ કાલે પરિચય મેળવ્યો પેલા વૉટરમૅન રાજેન્દ્ર સિંહની જેમણે રાજસ્થાનના અલવર જિલ્લાને લીલોછમ કરી નાખ્યો તો ધુમાડા જેવા પ્રદૂષણનો નાશ આપણે ન કરી શકીએ? જો રણમાં હરિયાળી આવી શકે, જો સૂકીભઠ જમીન અને કૂવા અને નદીઓ સાફ કરીને ગામેગામ પાણી પહોંચાડી શકાય તો હવા કેમ શુદ્ધ ન કરી શકાય? એક જોરાની જરૂર છે બાળકો. ઠેર-ઠેર વૃક્ષો વાવો અને નિયમ લો કે સારાનરસા પ્રસંગે વૃક્ષ વાવો અને બચાવોની ઝુંબેશને મરવા નહીં દઈએ, ફટાકડા જેવા જીવતા રાક્ષસને હવે વધુ નહીં જ પેટાવીએ. નદી, નાળાં, તળાવ કે પીવાના પાણીની નાની-મોટી જગ્યા સાફ રાખીને ધરતીને સ્વર્ગ સમાન બનાવીને જ જંપીશું. બકા જમાદારની આ ભાવના બાળકો જરૂર જીવંત રાખજો. તેમનાં બાળકો અને તેમની વસ્તી હવે માનવને એક શીખ મળે એવાં થઈ ગયાં છે! સ્વચ્છ મુંબઈ, ગ્રીન મુંબઈમાં ઠેર-ઠેર હજી કચરાના ઢગલા જોઈએ છીએ ત્યારે થાય છે કે જે શહેરને સુંદર બનાવી શકાય તેની તો શિવસેના, કૉન્ગ્રેસ અને ભાજપ સત્તા લૂંટવા બેઠા છે. તેથી આ કચરામાંથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લુ જેવા મહારોગો ભરડો ઘાલીને ઉત્પન્ન થઈ રહ્યા છે. જ્યાં આવા ઢગલા છે ત્યાં શું થશે???

    બાળકો, બાંય ચડાવી લો અને લડો! 

    ચાલો, બકા જમાદારની સમજને સાથ આપીને આપણાથી થાય એટલું કરીએ. કરશોને બાળકો?
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!