• બકો જમાદાર : 30.નિયમોનું ઘટન
    સાહિત્ય 5-8-2022 01:08 PM
    લેખક: જયશ્રી પટેલ
     સમાચાર વાંચ્યા ને બકા જમાદારે મોટો નિ:શ્વાસ છોડ્યો. હાય નીકળી ગઈ. જીવન કેવું છે? પરીક્ષાથી ભરેલું! 

    કોઈના પિતા, દીકરો, બહેન, માતા, પતિ કે પત્ની, મિત્ર ને સખી ચાલ્યાં ગયાં આમાં.

    નાની દીકરી બોલી ઊઠી, “પિતાજી વાંક કોનો? માનવીઓનોને શિસ્તતા કે નિયમોને ન સાચવે તો શું થાય? પરિણામસ્વરૂપ વિનાશ જ સર્જાયને? પિતાજી, સંત કહી ગયા છેને. જેને જ્ઞાન નિરામય બુટ્ટી જડી તેને પરમાર્થની સૂઝ પડી. સરકારે નિયમ કર્યો છે કે ફાટક બંધ હોય તો કદીયે રેલવેના પાટા ન ઓળંગો, પણ ક્યારેક નિયમ ન પાળનાર જાન ગુમાવે છે.”

    હવે બકા જમાદારે નક્કી કર્યું કે મોટાં-મોટાં પોસ્ટરો બનાવીને ફાટક પર મૂકવાં અને રાત્રે તેના પર મોટી લાઇટ મૂકવી જેથી બધા ફાટક ઓળંગે ત્યારે સો વાર વિચારે. રસ્તા પર જ્યારે સમય મળે ત્યારે રિક્ષા જેવાં સાધનોને ક્રૉસિંગ રેખાની સમજદારી આપવી. બકા જમાદારે બીડું ઝડપ્યું એટલે પૂરું કરવું નક્કી કર્યું. તેમના આ કાર્યમાં ઘણાં વિઘ્નો આવ્યાં, પણ એક વારની શિસ્તતા ઝુંબેશે અનોખું રૂપ લીધું. તેમના શહેરમાં તો એ શરૂ થઇ, નાના-મોટા બધાએ સમયને અનુરૂપ કામ શરૂ કર્યું ને ધીરે-ધીરે નહીં માનો પણ શિસ્તતાનું નવું રૂપ આ બે-ચાર દિવસમાં જ બદલાઇ ગયું છે. ફાટક પાસે જાગૃતિ આવી ગઈ છે. રસ્તામાં ઝેબ્રા ક્રૉસિંગ પર નિયમ પ્રમાણે રસ્તા ખુલ્લા અને વૃદ્ઘ કે નાના સર્વેને ચાલવાની ફૂટપાથ મળી છે.

    બકા જમાદાર અને તેમના મિત્રો કહે છે, “બાળકો, તમે પણ જાગૃત થાઓ અને લોકોને જાગૃત કરો. રસ્તામાં જુઓ કે કોઈ નિયમોનું પાલન ન કરે તો હિંમતથી એને નિયમો સમજાવો. તો લાખોનાં જીવનને બચાવી નિયમોના પાલનથી સુધારી શકશો. મનોરંજનના કાર્યક્રમો મેદાનોમાં કરો, રેલવેના પાટા, મંદિરો, બાગબગીચા જેવી જગ્યાને નુકસાન ન થાય, હાનિ ન પહોંચે ત્યાં ફટાકડા ફોડો. પ્રદૂષણ રોકો, એને વધારો નહીં. ગળું ખરાબ થાય, આંખો બળે એવા પરદેશના ફટાકડાનો બહિષ્કાર કરો. સુરત શહેર જુઓ કેવું સાક છે! તેવું મુંબઈ પણ કરો.”
    આમ રોજ–રોજ નિતનવા કાર્યક્રમોની યોજના બનાવો. તમે પણ
     તમારી સેના તૈયાર કરો અને તમારા પરિસરમાં ફરી વળો. બોલો કરશોને આવા કાર્યક્રમો. ચાલો, નિર્ણય લઇએ અને પહેલાં ફટાકડાને જ બંધ કરીએ.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!