• બકો જમાદાર : 33. સાગરનું ગમન
    સાહિત્ય 9-9-2022 12:03 PM
    લેખક: જયશ્રીબહેન પટેલ
     એક વાર બકા જમાદાર કામ પરથી આવી રહ્યા હતા. અચાનક તેમને કૂતરાના ગલૂડિયાનો રડવાનો અવાજ આવ્યો. તેઓ આગળ નીકળી ગયા, પણ તેમનું મન દયાળુ તેથી કે મનમાં દયા ઊભરાઈ, તેઓ પાછા ફર્યાં. જુએ છે તો નાનો કૂતરો તેના પગને ચાટતો હતો. દર્દ સહન ન થતાં તે આર્દ્ર અવાજ કાઢતો હતો. તેથી તેઓ તેની પાસે ગયા અને તેને ઘીરે રહીને પોતાના ઘરે લઈ આવ્યા. બકરીબહેન અને લવારી તો ગુસ્સે થયાં. આમેય કૂતરાની જાત તેમને ખૂબ સતાવે. પાછળ પડે અને ભસ્યા કરે. બોલો બાળકો, તમે હો તો શું કરો? આમ જ એને ઘરે લાવીને એની દવા કરો કે એને સતાવો? મૂંગા પ્રાણીને કદી ન સતાવવું. એ કદી દર્દ ન વર્ણવી શકે. તેથી સહાનુભૂતિ રાખવી. દિવસો વીતવા લાગ્યા. કૂતરાની અને બરકેશની તથા લવારીની દોસ્તી તો જામી ગઈ. કૂતરાનું નામ પડ્યું “સાગર”. સાથે હરેફરે ને ખાય.


    બકરીબહેને ઘણી વાર કહ્યું કે “તેને તેનાં માબાપ કે માલિક શોધતા હશે. તો તપાસ કરવી જોઈએ.”


    બકા જમાદાર, બરકેશ અને લવારી હવે એને છોડવા તૈયાર નહોતાં. હવે તો સાગર મહોલ્લામાં પણ હળીમળી ગયો હતો. ઘણી વાર તે ચંપલ કોતરી ખાતો તો બકા જમાદારની ડાંટ પડતી.
    એક વાર સાગર મહોલ્લામાં ફરી રહ્યો હતો. ત્યાં એક ગાડીએ એને અડફેટમાં લીધો. ફરી તેને વાગ્યું. તેથી બકા જમાદાર તેને દવાખાને લઈ ગયા.

    પ્રાણીઓના ડૉક્ટરે કહ્યું કે “એમણે પહેલાં પણ આની ટ્રીટમેન્ટ કરી છે. આના માલિક અને બહુ શોધી રહ્યા હતા.”

    બે મહિનાથી સાગર બકા જમાદાર પાસે હતો. હવે તો તેમને પણ તેની માયા થઈ ગઈ હતી. બરકેશ તો આ જાણીને ખૂબ દુ: ખી થયો કે ડૉક્ટરે હવે તેના માલિકને સંદેશો કહેવડાવ્યો છે તેથી તે લઈ જશે. એક દિવસ સવારે એક ગાડી બકા જમાદારના ઘર સામે આવીને ઊભી રહી. બરકેશ અને લવારી તો સાગરને ગળે વળગીને ખૂબ રડ્યાં. સાગર પણ જૂના । માલિકને જોઈને કૂદાકૂદ કરવા લાગ્યો. એમની સાથે આવેલો એમનો દીકરો તો પોતાના “મોતી”ને જોઈને ખુશ-ખુશ થઈ ગયો. મોતી પણ તેને ચાટવા લાગ્યો અને ખુશીના અવાજ કાઢવા લાગ્યો. બકા જમાદારે બરકેશ અને લવારીને ખૂબ સમજાવ્યાં કે જુઓ, એ જ કેટલો ખુશ છે માટે એને જવા દો. તેઓ પોતે પણ ઢીલા થઈ ગયા. અંતે મોતીને લઈ જતી વખતે રામુભાઈએ કહ્યું કે તેઓ જરૂર એને વારંવાર લઈ આવશે અને તમે પણ એની સાથે રમવા આવજો.

    જુઓ બાળકો, જોયું. એકબીજાને મદદ કરવી જોઈએ અને પ્રેમથી હળીમળીને રહેવું જોઈએ. બોલો, તમે હવે મદદરૂપ થશોને. કોઈ દિવસ પથ્થર મારીને કે કોઈ પણ રીતે મૂંગાં પ્રાણીઓને હેરાન ન કરવાં જોઈએ. તેમને પણ વાગે અને દુઃખ થાય. બોલો, આપો છોને વચન મને કે હવે ક્યારેય પ્રાણીઓને સતાવશો નહીં.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!