• બકો જમાદાર : 34. વાઘકાકાનું આગમન
    સાહિત્ય 16-9-2022 11:22 AM
    લેખક: જયશ્રીબહેન પટેલ
     બકા જમાદાર હાંફળા-ફાંફળા ઘરે પહોંચ્યા અને બકરીબહેનને શોધવા લાગ્યા. ઘરમાં બહારગામથી મહેમાન આવવાના છે એવા સમાચાર તેમને ટપાલીએ આપ્યા હતા. તેઓ ગભરાયા, કારણ કે વ્યવસ્થા તો કરવી રહી. મહિનાની આખર તારીખે સગવડ કરવાની સામાન્ય માનવી માટે અઘરી હોય છે. એમાં પણ ચીટકુ મહેમાન જે ઘરમાંથી જાય જ નહીં. આ મહેમાન દાદાજીના મિત્ર વાઘકાકા અને વાઘણકાકી હતાં. તેમનાં બે બાળકો એટલે વાનરસેના. બકા જમાદાર તો ગભરાયા કે હવે શું થશે? બકરીબહેન એમની ચિંતા સમજી ગયાં. તરત જ એમણે તો બરકેશ અને દીકરી લવારીને બોલાવ્યાં અને કહ્યું કે આ વખતે દાદા નથી અને વાઘભાઈનું કુટુંબ આપણે ત્યાં આવે છે તેથી આપણે એમને એવી રીતે રાખવાના છે કે એમને કોઈ વાતનું ઓછું ન આવે. બાળકોને તમે સારી રીતે ફેરવો. બરકેશ જાણતો હતો કે વાઘકાકાનાં બાળકો મૂકો ને તૂકો બહુ જ છે. ડાહ્યા થઈને એણે માથું ધુણાવ્યું. લવારીએ ઠાવકી થઈને ભાઈની હામાં હા કરી ડહાપણભર્યું કામ કર્યું.

    બીજા દિવસે તડામાર તૈયારી ચાલી. ઘરમાં સગવડ થઈ. બરકેશે એની બહેનને કહ્યું, “આ વખતે વાઘકાકા, કાકી અને એમના મૂકો અને તુકોને પાઠ ભણાવી દેવો છે.”

    બન્ને જણે નક્કી કર્યું કે મા કે પિતાડને ખબર પણ ન પડે એમ કરવું. જુઓ ભળકો, બાળકો ઇચ્છે તો તો બેડો પાર કરી દે! વાઘકાકાની અવરી સાંજે આવી પહોંચી બારીબોને તો સરસમજાની રસોઈ તૈયાર કરી હતી. મહેમાનો ભૂખ્યા અને થાકેલા હતા. એટલે ખાવાનું ખાઈ-પીને સૂઈ ગયા. સવારે ઉઠ્યા તો બરકેશ અને વવારી દાવાં થઈને ભણવા બેસી ગયાં. બકા જમાદારને આ ગમ્યું. બકરીબહેને ચા-નાસ્તો તૈયાર કર્યો કે તરત જબરીબોનના હાથમાંથી ; લઈને બરકેશ પહોંચી ગયો અને ગેજ પર બધું તૈયાર કરીને પાછી ભણવા બેસી ગયો. વારીને મૂકા અને તૂકને શાંતિ રાખવાનું કહ્યું. તેણે તેમના હાયમાં વાર્તાની ચોપડી પકડાવી દીધી અને વાંચવા કહ્યું, મૂકો અને તૂકો તો અંદરથી મૂંઝાણા, પણ બીજાના ઘરમાં કરે તો શું કરે? તેઓ ચૂપચાપ વાંચતા કે ચોપડીનાં પાનાં ઉથલાવતા ખેસી રહ્યા. થોડી વારમાં બેઠા અને બધારી તો શાળાએ ગયા. પણ આ વખતે તેમનું બધું તાળા-કૂંચીમાં મૂકીને ગયાં. જૂનાં રમકડાં, જૂની કલર પેન્સિલો, જૂની નોટબુકો અને જૂનાં ચંપલો એ બધું જ બહાર. બપોરે પેલા બે મૂકો અને તૂકો ધમાલ કરતા બધું વિખેરવા લાગ્યા. તો કઈ નવું ન મળ્યું. થોડી વારમાં તેઓ કંટાળી ગયા એટલે છે ત્રીજા ઘરે સંભળાય એટલે મોટેથી રેડિયો વગાડવા માંડ્યા. તેમણે બન્ને બાળકોનો ઓરડો તો વેરવિખેર કરી નાખ્યો. પછી રેડિયો મોટેથી વગાડો. માબાપ બધું જોઈને હસ્યા કરે. મૂકો અને તૂકી અાિતાથી ભરેલા હતા. ખરા શાળાએથી બહેન સાથે પાછો આવ્યો. બન્ને જણે ઓરડો સરખો કર્યો અને પછી નાસ્તો કરીને રમવા નીકળ્યાં. પેલા બન્નેને સાથે લઈ ગયા. બધાને મહેમાનની ઓળખાણ કરાવી. જૂના મિત્રો તો ઓળખતા હતા તેથી નવાને ઓળખાણ કરાવી. બધા રમવા લાગ્યા એટલે પેલા બન્નેએ રમવામાં લુચ્ચાઈ કરવા માંડી. જુઓ બાળકો, એક વાત હંમેશાં યાદ રાખને કે રમતો હંમેશાં ખેલદિલીથી રમી, ક્યારેય લુચ્ચાઈથી નહીં. રમત જીવનમાં પણ ખેલદિલી શીખવે છે. 

    બરકેશે મિત્રોને ઇશારો કર્યો એટલે ભૂંડકું અને ખોલકાએ પોતપોતાની જાત પર જઈને બન્નેને ધક્કે ચડાવ્યા. બરકેશ જાણતો નથી એમ વચ્ચે પડ્યો ને મૂકા અને તૂકા પાસે બોલાવડાવ્યું કે હવે લુચ્ચાઈ નહીં કરે. ઘરે આવ્યા એટલે કઈ થયું જ ન હોય એમ બધાએ ચૂપચાપ જમવાનું શરૂ કર્યું કે વાઘકાકીએ ખણખોદ ચાલુ કરી કે આમાં આ ઓછું છે અને દાળમાં ઘી ઓછું છે. આમ કેમ ચાલે. કોઈને ત્યાં આવો ને દાળ ઘીવાળી જોઈએ. પણ મહેમાન અને તે પણ દાદાના મિત્ર એટલે કહેવાય નહીં. બસ, બરફેરો માને કહ્યું કે હીનો ડબ્બો આપો ને તરત તે ધી પીરસવા લાગ્યો. તેને તો બતાવવું હતું કે કેટલું ઘી ઘરમાં છે. આમ ને આમ ત્રણ-ચાર દિવસ વિતાવ્યા અને એક દિવસ રજા હતી ત્યારે બધા સહેલ કરવા નીકળ્યા. ત્યાં મૂકાએ માછલીઘરનો કાચ તોડ્યો.

    બકા જમાદારે વાઘભાઈને ગુસ્સે થઈ કહ્યું, “કંઈક તો શિસ્ત શીખવો.”

    બધાનો મૂડ ખરાબ થઈ ગયો. હવે મોકો મળ્યો બરકેશને, એણે મૂકા-કાની એક પછી એક વાત કરવા માંડી જેથી કાકા-કાકીની આંખ ઊઘડે. બધા ઘરે આવ્યા અને કાકાએ બકા જમાદારના બન્ને છોકરાનાં વખાણ કરીને મૂકા-તૂકાને ચિડાયા. ખરેખર તો નાનપણમાં માબાપે શિસ્ત શીખવવી પડે છે. ત્યારે માબાપ પુત્ર-પુત્રીનાં ખોટાં વખાણ કરીને તેમને ચગાવે છે. હા, બાળકોએ પણ માબાપના કહ્યાનું ખરાબ ન લગાડવું જોઈએ. શિસ્તપાલન એ જિંદગીનું એક પાસું છે. બોલો બાળકો, શીખશોને?

    કોઈના મહેમાન બનો તો-તો જરૂર શિસ્તતાથી રહો જેથી બીજી વાર જાઓ તો તમારા મહેમાનને તેમની ચીજ તાળાકૂચીમાં મૂકવી ન પડે. ઊલટું એવું રહેવું કે બાળકો તમારા મિત્ર બને અને તમને બધું જ આપે.

    વાઘકાકા આવ્યા હતા અડ્ડો જમાવવા, પણ દીકરાઓના વર્તનને લીધે જલદી ભાગી ગયા. જેવા ગયા એટલે બકા જમાદારે હાશકારો અનુભવ્યો અને બાળકોને ઘન્યવાદ આપ્યાં. લવારીને કહેવું હતું કે બરકેશે આ બધું આગળથી જ નક્કી કર્યું હતું, પણ બરકેશે ના પાડી. બરકેશ સમજુ હતો. તે માબાપની અતિથિ દેવો ભવની ભાવનાને ઠેસ પહોંચાડવા નહોતો માગતો. ખરેખર બાળકો, માબાપની ભાવનાને સાચવવી એ ઉત્તમ કાર્ય છે. તો બરકેશની વાતથી સમજજો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!