• બકો જમાદાર : 35.સાચને કદી આંચ નહિ
    સાહિત્ય 22-9-2022 01:44 PM
    લેખક: જયશ્રીબહેન પટેલ
    બરકેશ ભણીગણીને સમજદાર થતો જાય છે. મિત્રોનો સાથ પણ સારો છે અને હવે તેને ખૂબ જ ભણવાની ઇચ્છા છે. એણે હવે પ્રવેશપરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી દીધી. તે રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. એના મિત્રો પણ એને ખૂબ સાથ આપી રહ્યા છે, પણ ભૂંડકું અને ખોલકુંને ન તો એમાં રસ છે કે ન તેમને પસંદ છે કે બરકેશ ભણે કે આગળ વધે.

    એ બન્ને કંઈ ને કંઈ બહાને બરકેશને હેરાન કરે અને વારંવાર એની બુક્સ અને નોટ્સ લઈ જાય, એણે લખેલાં પાનાં કાઢી લે. આવુંબધું કરીને તેઓ બરકેશને હેરાન કર્યા કરે. મદનિયાએ અને મીંદડીએ એમને ખૂબ સમજાવાની કોશિશ કરી, પણ બરકેશને વિશ્વાસ હતો કે મારા મિત્રો આવા હોય જ નહીં. જેમ-જેમ પરીક્ષાઓ નજીક આવતી ગઈ તેમ-તેમ તેમની સતામણી વધતી ગઈ. હવે મનિયાથી રહેવાયું નહીં. તેણે ભૂંડકાને અને ખોલકાને ખોખરાં કરવાની ઠાની લીધી.

    સવારના ગયો એ તો ભૂંડકાકા પાસે અને કહ્યું, “કાકા, આજે મને ભૂંડકાને જરા બહાર લઇ જવો છે તો લઈ જાઉં.” 


    કાકાની મંજૂરી મળી એટલે એ તો ગયો ભૂંડકાના ઓરડામાં ને ઉપાયો એને બહાર લઈ જઈને ધમકાવી કાઢ્યો કે “જો હવે પછી બરકેશની પાસે કંઈ પણ માગવા ગયો છે તો તારી વાત છે! ખેર નહીં રાખું?”
    ખોલકાની પણ વારી આવી ગઈ. બન્ને ડરી ગયાં અને ચૂપ થઈ ગયાં, પણ બન્ને જણે નક્કી કર્યું કે પ્રવેશ પરીક્ષા મદનિયો તો આપવાનો નથી. તો પરીક્ષાકક્ષામાં એને સીધો કરીશું. જે દિવસે પરીક્ષા હતી ત્યારે બધા સમય પર પહોંચી ગયા. પરીક્ષા શરૂ થઇ. કલાક થયો ન થયો ને ભૂંડકાએ તો એક પેપર કાઢ્યું ને બરકેશ જ્યાં બેઠો હતો ત્યાં નાખ્યું. બરકેશ લખવામાં મશગૂલ હતો. તેને તો કલ્પના પણ નહોતી.

    સુપરવાઇઝર જ્યારે આવ્યા ત્યારે એમણે કાગળ ઉપાડ્યો અને બરકેશ સામે જેયું. એને પકડયો અને આચાર્ય પાસે લઈ ગયા. પેલા બન્ને ખુશ થયા, પણ આચાર્યને બરકેશ માટે માન હતું. તેમણે બરકેશને પરીક્ષાવર્ગમાં મોકલ્યો ને ચીટવાળો કાગળ જોઈને હસી પડ્યા.
    વર્ગના સીસીટીવી કૅમેરા દ્વારા ચેક કર્યું અને વર્ગમાં આવ્યા. ભૂંડકાને પકડીને પરીક્ષા ન આપવાનું ફરમાન કર્યું અને બધી પરીક્ષામાંથી એને કાઢી મૂક્યો.

    બરકેશ ઊભો થયો અને આચાર્યસાહેબને સમજાવ્યા કે “એનું વરસ બગડી જો સાહેબ. હવે તે એવું નહીં કરે. હું વિશ્વાસથી કહું છું સાહેબ. તમે કહો તો બાંયધરી આપું ત્યારે આચાર્યે ભૂંડકાને કહ્યું, “તમારી ઈર્ષા જો અને આ ઉદારદિલ બરકેશ બરકેશની ભલમનસાઈ જોઈને ભૂંડકાને ખૂબ પસ્તાવો થયો. ખોલકાએ તો જુઓ.”

    બરકેશના પગ પકડીને માફી માગી. આચાર્યસાહેબે પેલા સુપરવાઇઝરને પણ ખૂબ જ ધમકાવ્યા.

    એમણે કાગળ એમના હાથમાં મૂકીને કહ્યું, “જુઓ આમાં શું લખેલું છે? અરે! આજના પેપરમાં આમાંનું કંઈ નથી. હા, અક્ષર જરૂર બરકેશના છે.” ચોર્યો હતો. ભૂંડકાએ કબૂલ્યું કે તેણે ખોલકાના કહેવાથી બરકેશની નોટમાંથી આ કાગળ બોલો બાળકો, બરકેશની ભલમનસાઈનો કેવો ખોટો લાભ તેના વિશ્વાસુ મિત્રોએ લેવાનો પ્રયત્ન કર્યો. બાળકો, સદા એવા લોકોને મદદ કરો જે તમને સમજે, તમારા વિશ્વાસને ઓળખે અને દો ને કપટ ન રમે,
    બાળકો, બરકેશ જેવા દિલના સાફ પણ રહો જેથી ઈશ્વર તમને સદા આચાર્યસાહેબ જેવા રૂપમાં મળી રહે. મોટા થઈને સદાચાર અપનાવો. સાચને કદી આંચ નહીં.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!