• બકો જમાદાર : 36. આતંકના નામે કલંક
    સાહિત્ય 7-10-2022 12:02 PM
    લેખક: જયશ્રીબહેન પટેલ
    ભારતની સીમા પરના રખેવાળ જાંબાઝોના કારમા આઘાતે ભારત આખું સ્તબ્ધ છે. બકા જમાદારે બાળકોને ભેગાં કર્યાં અને સલાહ આપીને શું સમજાવ્યું એ આપણે પણ બાળકો સમજીએ.

    ચારે બાજુ ટીવીચૅનલોએ ઊહાપોહ મચાવી દીધો. જાબાંઝ જવાનોને પળભરમાં રહેંસી નાખનારા નરાધમોને તેમનો ખુદા બક્ષશે નહીં. ખરેખર બધા પાસે શેરીમાં બે મિનિટ મૌન પળાવીને બકા જમાદારે પોતાની ફરજ તો બજાવી દીધી, પણ બાળકોની આંખમાંના પ્રશ્નને શમાવી શક્યા નહીં ! બાળકોનો પ્રશ્ન હતો કે કેમ અને શા માટે ? આતંકના નામે આ કલંક હતું.

    અમે બધા જ જુવાનોને પક્ષે છીએ એમ કહીને બે મિનિટના મૌન પછી બધાં બાળકોએ પહેલું પણ લીધું કે એક અઠવાડિયા સુધી ટીવી ન જોવું, આનંદ આપે તેવા કોઈ કાર્યક્રમો ન કરવા, સિનેમા ન જોવું અને બને એટલું ભંડોળ ભેગું કરીને સરકારી બૅન્કો દ્વારા સૈનિકોના કુટુંબીઓને પહોંચાડવું, તેમનાં બાળકોને શાળા અને પુસ્તકોની મદદ કરવી. બરકેશે તો આ વેકેશનમાં કાશ્મીરની પોતાની ટ્રિપ પણ કૅન્સલ કરવાનો નિર્ણય લીધો. બકા જમાદારે બધાને સમજાવ્યું કે દેશ જાગૃત થાય તો જ ફક્ત ને ફક્ત આવા આતંકવાદને ડામી શકાય છે.

    તેમણે કહ્યું, “આટલો બધો આરડીએક્સ ભેગો કર્યો હશે ત્યારે એની હેરાફેરીની જાણ જરૂર કોઈને ને કોઈને થઈ હશે જ. એણે માનવતાના નાતે પણ આ પાપ ખોલી નાખ્યું હોત તો? બધા જ બચી જાત. હવે અહીં વધુ જાગૃતિની જરૂર છે. કાશ્મીર, ભુજ અને નેપાળ કે પાકિસ્તાન અને ચીનની બૉર્ડર પર કડક રીતે પહેરો વધારીને લોકોએ ઊંઘમાંથી જાગૃત થવાની જરૂર છે. નહીં તો આમ ને આમ ભાઈચારાની ભાવનામાં ભારત મૂરખ બનતું રહેશે અને નિર્દોષ માનવીઓ રહેંસાઈ જશે! કડકડતી ઠંડી, ધૂમ તડકો કે મુશળધાર વરસાદ કે હિમવર્ષા તેમને ડગાવી ન શકી, પણ આતંકવાદના આ કૃત્યથી ઘરે-ઘરે શોક છે. કોઈની માનો લાડકવાયો, કોઈનો પતિ કે કોઈનો પિતા કે કોઈનો ભાઈ વિખૂટા પડી ગયા છે. હવે ન તો ચિઠ્ઠી આવશે, ન ફોન, ન સંદેશ... બધા ભારતવાસીઓએ ન આતંકવાદીઓને બતાવી દેવું જોઈએ કે આપણે બધા જવાનોના કુટુંબીઓ છે!”

    બકા જમાદારે બાળકોની આંખમાં ઊઠેલા પ્રશ્નનો સરળ ઉત્તર સમજાવી દીધો. એકતામાં જ તાકાત છે એ સમજતાં બાળકો એકતાના હિમાયતી બની ગયાં. બધાએ નિર્ણય લીધો કે એકજૂટ થઈને આતંકવાદનો નાશ કરીશું, માનવતાના ધર્મની પૂજા કરીશું અને ચોરે ને ચૌટે ભારતનો જયજયકાર ગાઈશું.

    ફુરબાની...
    સાંભળી કુરબાની તમારી, દુ:ખ કેવી રીતે વ્યક્ત કરું? 
    ન હૃદયમાં ફટકો તેમના ! શાને કાજે સામી છાતીએ ડરે, 
    પીઠ પાછળ કરે વાર? મરવાનો ડર આતંક ફેલાવે! 
    સલામ જવાનોને દેશ ખાતર...  લડે ને જ ંગે ચડે, આજ અકારણ... 
    મોતને ભેટ્યા, કાયરોને હાથે!  ખુશ તમે એકલા જેહાદને નામે...
    ખુદાને ત્યાં પાપ નોંધાવે ! નામંજૂર નમાજ તમારી ! 
    ખુદા પણ “કુરબાની” નોંધે ! ફુરબાની નોંધે!

    આ જો બધાને સમજાય તો સારું. બાળકો, તમે નાના છો. દેશદાઝ જરૂર તમારા હૃદયમાં હશે. તમે પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણા સૈનિકો માટે આપજો. 
    “જય હિન્દ.” જય ભારત... જય હિન્દુસ્તાન... યા હોમ કરીને ભારતનું સ્વમાન અને ગૌરવ વધારશો !

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!