• બકો જમાદાર : 37. શિક્ષિકાઓની લાલચ
    સાહિત્ય 14-10-2022 09:38 AM
    લેખક: જયશ્રીબહેન પટેલ
    સવારના છના ટકોરા થાય ને ગલીમાં બધી માતાઓ ઊઠી જાય અને બાળકોના ડબ્બા બનવા માંડે. જાતજાતના અને મનભાવતા નાસ્તા બને. બાળકો અને બચ્ચાંઓ તૈયાર અને દફ્તર ભરાઈને ડબ્બા પણ તૈયાર. આજકાલ લવારી શાળામાં ડબ્બો લઈ જવાની ના કહે અને ભૂખી રહે. ન કારણ કહે ને ન બતાવે. બકરીબહેને આ સમસ્યા હલ કરવા બરકેશને પૂછ્યું,પણ તેય કારણ ન કહે. હવે બકરીબહેન તો આ વાત સમજી ન શક્યાં. તેમણે હવે નક્કી કર્યું કે બકા જમાદારને આ સમસ્યા કહેવી.

    ગલીમાં ઘેટીબહેન, ઘોડીબહેન, હરણીબહેન, કૂતરીબહેન ને શિયાળવીબહેન બધાને પૂછ્યું કે બધાં બાળકો ડબ્બા લઈ જાઈ છે કે પછી લવારી જેવું કરે છે. તેમને થયું કે તબિયત નથી સારી તેથી તે નથી ખાતી કે શું?

    સવારના એમણે એને ડબ્બો ભરીને આપ્યો તો બપોરે તે ખાલી આવ્યો. મા એટલી ખુશ થઈ કે ચાલો, ના-ના કરતાં એણે ખાધુંને! આમ ને આમ એક અઠવાડિયું નીકળી ગયું. બકરીબહેન ને શાંતિ થઈ. એક દિવસ મીંદડી રસ્તામાં મળી. લવારીની તે ખાસ સખી.

    તેણે પૂછ્યું, ‘‘માસી! લવારી આજકાલ ખાલી ડબ્બો કેમ લાવે છે? ને પાછી એ અમારા ડબ્બામાંથી ખાતીનથી.” બકરીબહેનને આશ્ચર્ય થયું. એમણે બરડાને ધમકાવ્યો કે બહેનનું ધ્યાન રાખતો નથી. લવારી તો સુઈ ગઈ જલદી કે હવે શું કરવું? ગાને શું જવાબ આપીશ? 

    સવારે માનો સામનો ન કરવો પડે એટલે થોડી ઊડીને તે શાળાએ જ્યા તૈયાર થઈ ગઈ, બકરીબહેને માંજરીબહેનને બધી વાત કરી. નક્કી થયું કે બાળકો નિશાળે જવા નીકળે એટલે તેમની પાછળ જવું. લવારીને ડબ્બો આપ્યો તો એ ગભરાઇને ના કહેવા લાગી. બકરીખોને અને સમનવી-પટાવીને ડબ્બો આપ્યો અને શાળાએ મોકલી. પછી માંજરીબઇન જાણે કામે જતાં હોય તેમ એની પાછળ ચાલ્યાં, લવારી ધીર ધીર બધાથી છૂટી પડી અને બીજા રસ્તે વળી! આશ્ચર્ય થયું માંજરીબહેનને. તે વળી થોડે દૂર એક ઝાડ પાછળ સંતાઈ ગયાં. તેમણે જે દશ્ય જોયું તે ન કલ્પી શકાય તેવું હતું. શાળાનાં શિક્ષિકા સમડીબહેન અને શિયાળવી કામવાળી ત્યાં ઊભાં હતાં. સીપી લવારી એમની પાસે ગઇ એટલે પેલા બન્ને જણે એનો ડબ્બો લઈ લીધો અને ઝાપટી ગયાં. પાણી અને છારા પણ પી ગયાં! અરે, બિચારી લવારી રડવા જેવી થઈ ગઈ, પણ પેલા બન્ને જણે એને આંખો કાઢીને ધમકાવી. એ લોકો ગયા એટલે લવારી તેર જોરથી ચીસો પાડીને રડવા લાગી. માજરીબહેનને થયું કે તેને શાંત રાખે, પણ તે જો જાણી જાય તો કાલે સચેત થાય અને પેલા બેન પકડાય.

    ઘરે પહોંચીને તેમણે આ સમસ્યા બનીબોન અને બકા જમાદારને અને ગલીમાં બધાને કહી કે કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો? બધાએ નક્કી કર્યુંકે બા જમાદાર, ઘોડાભાઇ અને માંજરભાઈ ઝાડ પાછળ સંતાઈ જાય. બકરીબોન ડબ્બા જલદી બનાવી દે. તે, માંજરીબહેન અને ઘોડીન છાનાંમાનાં શાળાએ જાય અને આચાર્યાને બધી વાત કરે. બસ, નક્કી થયું અને બધા છૂટા પડયા. આજે સવારમાં લવારી કહે, “મા, મને હવે આ શાળામાંથી ઉઠાડી લો.”

    બકરીબહેન બહુ દુ:ખી થયાં, એને સમજાવીને ડબ્બો, છારા, પાણી અને તેને ભાવતી ઘાસની મીઠાઈ બનાવી આપી! લવારી તો નાની ના જ કહ્યા કરે, પણ હવે નક્કી થયું હતું એટલે એને મોકલવી જ પડે! જેવી એ નીકળી કે બકરીબહેન, માંજરીબોન અને ઘોડીન શાળામાં ગયાં. આચાર્યાબહેનને વાત કરી. બકા જમાદાર અને તેમના મિત્રો ઝાડ પાછળ ઊભા રહ્યા. જેથી લવારી આવી ને સમડીબોર્ડન અને શિયાળવીએ તેના દફ્તરને ખોલ્યું અને ડબ્બા કાઢ્યા કે પેલા લોકો ઝાડ પાછળથી નીકળ્યા અને આચાર્યા અને બકરીઓ તથા એમની સખીઓ આવી પહોંચી. સમડીબહેન શિક્ષિકા અને કામવાળી શિયાળથી તો એવાં ઝંખવાણાં પડી ગયાં કે કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે શું ઘરો એ ભયથી લવારી થરથર કાંપવા લાગી. ગજબ થઈ ગયો, મને હવે સમડીબહેન મારો” શાળામાંથી કાઢી મૂકશે? બાળકો ગુનેગારથી ડરીને ચૂપ રહીએ તો આપણે પણ એટલા જ ગુનેગાર કહેવાઈએ. બહાદુરીથી સામનો કરીએ તો બહાદુર કહેવાઈએ ને સમજદારીથી રસ્તો કાઢીએ તો સમજદાર! આચાર્યાએ સમડીબહેન અને શિયાળવીને શાળામાંથી જ કાઢી મૂક્યાં. ત્યારે ખબર પડી કે આવું તો તેમણે વાંછરી, સકરી, મરઘા સાથે પણ કરેલું. તેઓ પણ ચૂપ રહ્યા. બધા એમનાથી દૂર ભાગતા. આજકાલ શાળાઓ અને શિક્ષકોનો પણ ભરોસો નથી રખાતો! એવું જ્યારે કોઈ બોલ્યું ત્યારે આચાર્યાં ગૌમનીગાય બહેને કહ્યું, “બાળકો, અન્યાય સામે લડતાં શીખો. ડરો નહીં અને સમાજનાં આવાં ખરાબ તત્ત્વોનો નાશ કરો.”

    એમણે બકરીબહેન અને તેમની સખીઓ, બકા જમાદાર અને એમના મિત્રોનો ખૂબ આભાર માન્યો અને આવા બેજવાબદાર નાગરિક અને શિક્ષકોને સખત સજ મળે એ નક્કી કર્યું. બે લવાદી ચૂપ રહેવાને બદલે બરાબર લડી હોત તો? પરિણામ જુદું જ હોત. માબાપ પણ બાળક જો શાળાએ જવાનો અણગમો બતાવે તો જરૂર તેના આ નકારાત્મક વલણનું કારણ શોધે! જરૂર કંઈક તો રસ્તો નીકળશે જ. ધ્યાનમાં રાખજો. અન્યાય સામે જરૂર લડો અને ગુનેગારને પકડાવશે!
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!