• બકો જમાદાર : અભ્યાસની ટેવ 
    સાહિત્ય 8-7-2022 01:06 PM
    જયશ્રીબહેન પટેલ

      “અભ્યાસ” એટલે શું? ચોપડી વાંચવી, પરીક્ષા આપવી તેથી કરવો તે અભ્યાસ કે પછી જીવનના સહકારરૂપી કાર્ય કે સફળતા માટે કરવામાં આવે તે? ઘણા પ્રશ્નો ઊઠે.

    બરકેશ તો શોધતો રહે દરેક ચીજ. ક્યારેય શોધે તો મળે ને ક્યારેય ન મળે! આના માટે શાળામાંથી કેટલીયે વાર ફરિયાદ આવે, પણ સુધરે નહીં ને પોતે તો શરમ અનુભવે પણ સાથે બકા જમાદાર અને બકરીબહેન પણ અનુભવે. આને માટે ચિંતિત એવા બકા જમાદાર ઘણાને મળ્યા, પણ નિકાલ ન આવે.

    એક વાર બરકેશ શાળામાં ગયો ને તેને યાદ આવ્યું કે તેણે આજે ઍટલાસ શાળાએ લઈ જવાનો હતો. તેણે સવારે શોધ્યો પણ ન મળ્યો. તે બકરીબહેનને કહેવાનું ભૂલી ગયો! હવે શું? આજે તો આવી જ બનવાનું છે, કારણ કે ભૂગોળના શિક્ષક શ્રેયશ શિયાળ બહુ જ ગુસ્સાવાળા અને શિસ્તના હિમાયતી છે. ચિંતામાં તે બેઠો હતો ત્યાં જ તેની મિત્ર શિળી આવીને તેને મદદરૂપ થઈ ગઈ.

    બાળકો, તમે પણ આવું કેટલીયે વાર અનુભવ્યું હશે કે તમે મૂકો ને ચીજ યાદ જ નરહે કે કયાં મૂકી છે? હવે જુઓ, અભ્યાસ રાખો તો મળી જાય. અભ્યાસ ક્યારેક ડરથી તો ક્યારેક સમજદારીથી કરાય છે તો ક્યારેક પ્રેમથી તો ક્યારેક રોજના રોજ કાર્યની કાર્યવાહીથી, તમે કેવી રીતે કરશો? બતાવો?

    બરકેશને આ વાત એની મિત્ર શિળીએ સમજાવી કે તેની માતા સસલીબહેને રોજના અભ્યાસથી તેને આટલી ચતુર અને અભ્યાસુ બનાવી હતી.

    બરકેશૈ તો નક્કી કર્યું કે તે રોજની રોજ કાર્યવાહી કરશે. રોજ જે ચીજ મૂકશે તેની આગળપાછળની કાર્યવાહી યાદ રાખશે. જેમ કે તે જે ચીજ મૂકશે તેના પહેલાં શું કર્યું હતું અને પછી શું કર્યું હતું. એટલે તે કાર્ય અને યાદ રહી જશે. શાળાનું ગૃહકાર્ય તે એ જ દિવસે પૂરું કરશે. શાળામાં મગાવેલી ચીજોનું લિસ્ટ રાખશે. નોંધણી કરશે અને રાત્રે જ દફ્તર (સ્કૂલબૅગ) ગોઠવીને સૂઈ જશે. તેની મેજ ગોઠવીને રાખો જેથી બધાં પુસ્તકો, નોટબુક્સ તેને મળી જ જાય. રોજનો રોજ અભ્યાસ થવા લાગ્યો, શિક્ષકોને ગૃહકાર્ય મળ્યું ને તેને સવારે સમય પર શાળાએ પહોંચવાનું પણ માનપાન મળ્યું.

    ધીરેધીરે એને પોતાને શાળાએ જવાનું મન થવા લાગ્યું. અભ્યાસથી શિસ્તતા આવી ને પરીક્ષામાં ગુણ વધ્યા. આ બદલાવથી બકા જમાદાર અને બકરીબહેન ધન્ય ધન્ય થઈ ગયાં. બરકેશને તો હવે મિત્રો પણ માનથી જોવા લાગ્યા અને તેની સાથે મિત્રતા વધારવા લાગ્યા.

    આમ ને આમ અંતિમ પરીક્ષા આવી. બરકેશની અભ્યાસની પદ્ધતિ બદલાવાથી મહેનત વધી અને પરીક્ષા પહેલાં બે વાર વંચાઈ ગયું. આશ્ચર્ય તો એ થયું તેને પોતાને કે ડર પહેલી વાર તેની પાસે ન આવ્યો ને તે હિંમતથી, ધીરજથી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા ગયો. પૂરા અભ્યાસના પરિણામમાં પહેલી વાર તે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયો.

    બોલો બાળકો, બરકેશની જેમ તમે પણ અભ્યાસની આદત પાડશોને? તમારી જિંદગી જરૂર બદલાઈ જશે. તમને સારા મિત્રો મળશે અને તમારું પણ દરેક કાર્ય સમય અને શિસ્તતાપૂર્ણ પૂરું પાડી શકશો. માતા-પિતાને પણ પ્રિય બની જશો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!