• બાલિકા પંચાયતઃ મહિલાઓ, સગીરાઓના સર્વાંગી વિકાસ માટે આ મોડલ બન્યું કારગર
    યુનિસેફ 12-8-2022 02:32 PM
    • મહિલા અને બાળ વિકાસ અધિકારી અવની દવે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને લગતા વિવિધ મુદ્દાઓને વાચા આપવાનું કામ કર્યું
    અમદાવાદ

    ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ બાલિકા પંચાયત શરૂ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ અધિકારી(WCO)  અવની દવે સુવર્ણતક જોઈ અને યુવા મહિલા અને કિશોરીઓને કઈ રીતે બાલિકા પંચાયતમાં સક્રિય રાખવા અને સ્થાનિક તંત્ર સાથે જોડીને તેમની સમસ્યાઓ કેવી રીતે ઘટાડી શકાય તે કામગીરી હાથ પર લીધી હતી.

    જિલ્લાની ગ્રામ પંચાયત સાથે ચર્ચાવિચારણા કર્યાં પછી તેમની મંજૂરી લઇ આ પહેલ માટે અવનીબહેને જુદા જુદા  ૧૫ જિલ્લામાં જાગૃતી અભિયાન ચલાવ્યું હતુ. જેના કારણે યુવા મહિલાઓના સ્થાનિક તંત્રમાં ભાગ લેવા પર સામાજિક વિરોધ થયો નહીં. તેમણે એ પણ ખાતરી કરી કે દરેક ગ્રામ પંચાયત, સરપંચ, જિલ્લા કચેરીઓ  આ પહેલમાં જોડાય અને અવનીબહેને બેટી બચાઓ બેટી પઢાઓ આંદોલન હેઠળ મહિલા શક્તિ કેન્દ્રોને પણ કાર્યરત કર્યાં જેના કારણે કિશોરીઓ અને યુવા મહિલાઓ પણ બાલિકા પંચાયતમાં વધુ સક્રિય રહી શકે છે.

    અવની દવેના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર 2021માં ભુજના મસ્કા, કુકમા અને કુનારીયા અને નખત્રાણાના મોટા અંગિયામાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. પ્રથમ બેઠક માટે મહિલાઓને ઉમેદવારી ભરવા અને ચર્ચા વિચારણા કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં તેમને પોતાની ચિંતાઓ મતદાન પહેલા રજુ કરી હતી.

    બાલિકા પંચાયતમાં આરોગ્ય, શિક્ષણ, બાળ વિવાહ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય છે. તે સમસ્યાઓને ગ્રામ પંચાયત સુધી લઇ જવામાં આવે છે. ગામડામાં આજે જરૂરી વસ્તુઓની માંગ તેમના દ્વારા જ થાય છે જેમ કે લાઈબ્રેરી, કિશોરીઓને સ્વ-રક્ષણ માટે તાલીમ વગેરે. બાલિકા પંચાયત દ્વારા આશા કાર્યકર્તા અને આંગણવાડી કાર્યકર્તાઓનો સાથ પણ મળી રહે છે. 

    અવની દવે દ્વારા આકાર આપવામાં આવેલા આ મોડેલ બાલિકા પંચાયત એટલું બધું કારગર સાબિત થયું કે જેનાથી ગ્રામીણ પરિવારો વચ્ચે અને ગ્રામ પંચાયતોમાં જાતીય જાગૃતતા  આવવા લાગી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા યુનિસેફ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતુ કે “બાલિકા પંચાયતનું મોડેલ સમગ્ર દેશના દરેક ગામમાં શરૂ થવું જોઈએ. આમ અવની દવેના અથાક પ્રયાસથી યુવા મહિલાઓ અને કિશોરીઓને અવાજ મળી રહ્યો છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!