• બેન્ક સખી અને સ્વસહાય જૂથથી ગ્રામીણ મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવાનું લક્ષ્ય
    યુનિસેફ 23-8-2022 12:18 PM
    • સખી મંડળના વડા તરીકે કામ કરતા મહિલા નિમિષા પટેલનો પાણીદાર પ્રયાસ
    ગાંધીનગર

    નિમિષા પટેલ એ એક બેન્ક સખી અને સ્વ-સહાય જૂથના (એસએચજી) સખી મંડળના વડા છે. તે ખાસ કરીને નબળા સમુદાયમાં મહિલાઓને સશક્તિકરણ અને બાળકોને  શિક્ષિત કરવા માટે પ્રયત્નશીલ છે. એસએચજી દ્વારા તેઓએ ઓછામાં ઓછી ૨૫૦૦ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા હાંસલ કરવા માટે મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

    તાલુકા લાઈવલીહુડ મેનેજર (TLM) અને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) સાથેની ચર્ચા વિચારણા બાદ  નિમિષા પટેલે એસએચજી પહેલ ગામડાઓને કેવી રીતે મદદ કરી શકે છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમને ૬૦ મહિલા જૂથ માટે તાલીમનું આયોજન કર્યું છે. વધુમાં બેન્ક સખી અને સખી મંડળના વડા તરીકે તેમને બેવડી ભૂમકામાં, ૧૨૭ SHG ને બેંક ખાતા ખોલવામાં મદદ કરી છે અને તેનાથી તેમને વિવિધ સરકારી યોજના સાથે સાંકળ્યા છે. સરકારી યોજનાઓને ડિજિટલ સ્વરૂપે સમજવા તથા તેનો ઓનલાઇન ઉપયોગ કરવા નિમિષા પટેલ કમ્પ્યુટર કૌશલ્ય શિક્ષણ સુવિધા પણ ચલાવે છે. 

    ડગલે અને પગલે માર્ગદર્શન મળવાના લીધે એસએચજી દ્વારા અનેક લાભાર્થીઓને સ્વતંત્ર અને સશક્ત બનવાની મદદ મળી રહી છે. નિમિષા પટેલને જે રીતે તેમના સાથીદારોની મદદ મળી હતી તેમ અન્ય મહિલાઓને પણ કોઈ સાથે રહી સમજાવે તે આશયથી પિઅર લર્નિંગ શરુ કર્યું છે, જ્યાં આ કામ તેઓ એવી મહિલાને સોંપે છે જે વાંચી અને લખી શકે છે અને બીજા ને સમજાવી શકે છે.

    શાળાકીય શિક્ષણના મૂલ્યને સમજીને તેઓ એસ.એચ.જી કોર્પસની સામે લોન લઈને કિશોરો તેમાં પણ ખાસ કરીને છોકરીઓના શિક્ષણ માટે નાણાં પુરા પાડવા મુશ્કેલ સંજોગોમાં સુવિધા પુરી પાડે છે. તેથી SHG કોર્પસ વધુને વધુ રોકાણ મેળવી રહ્યું છે અને SHG સભ્યોના બાળકોને તેમની આકાંક્ષાઓને અનુસરવામાં મદદ કરવાનું સાધન બની રહ્યું છે.

     મારું કુટુંબ ખુબ જ પરંપરાગત અને રૂઢીચુસ્ત હતું. તેથી પરંપરાગત સામાજિક અને જાતીય સમાનતાના ધોરણોના અવરોધોને દુર કરવા દ્રઢ નિશ્ચય અને પોતાની માન્યતાને દુર કરવી ખુબ જ જરૂરી હતી. મેં મારી જાતને શિક્ષિત કરી, અને મારા સાથીઓની મદદથી હું આટલી આગળ વધીને બીજી મહિલાઓને પણ આગળ લાવી શકી. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં એક એવો દિવસ આવશે કે જયારે બાલિકાઓ અને મહિલાઓ નાણાકીય અને સાક્ષરતામાં સમાન રીતે સક્ષમ અને સ્વતંત્ર થશે..” - નિમિષા પટેલ
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!