• કેલિફોર્નિયામાં BAPS સ્વામિનારાયણ  મંદિરની 10મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ
    આંતરરાષ્ટ્રીય 9-9-2022 10:36 AM
    • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીને અનુલક્ષી વિશેષ ઉજવણી, 6 કરોડનું દાન એકત્ર કરાયું
    આસેટિયા

    અમેરિકાના કેલિફોર્નિયામાં બીઍપીઍસ સ્વામિનારાયણ મંદિરની ૧૦મી વર્ષગાંઠ અને પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને દેશવાસીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં ઍક જ કલાકમાં ઍનઆરઆઈ દ્વારા 6 કરોડનું દાન ઍકત્રિત કરાયું હતું.

    આ કાર્યક્રમમાં લેસર શોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. લેબોન હોસ્પિટલિટીના યોગી પટેલ, ડો. અનિલ શાહ - સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશન, પરિમલ શાહ, ચીનો હિલ્સ બીઍપીઍસ મંદિરના કો-ઓર્ડીનેટર ઘનશ્યામસિંહ ઝાલા, લોસઍન્જલસના કાઉન્સિલ વિમેન યંગ કિમ અને કિમ કર સહિતના બીજા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યાં હતા.

    સિનોહીલ્સ સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સિનોહીલ્સ, કેલિફોર્નિયા ખાતે ભારતીયોની મદદ અને સેવા માટે ડોનેશન ઍકત્રિત કરી શકાય તે માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ડોકટર્સ ઍન્જિનિયર્સ, બિનનિવાસી ભારતીય સમુદાય હાજર રહ્યો હતો. એક કલાકમાં 6 કરોડનું માતબર દાન એકઠું કરાયું હતુ. ઓરેન્જ કાઉન્ટીમાં લોકપ્રિય નેતાઓ પૈકી કાઉન્સિલ વુમન અને સેનેટર કિમ કર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!