• BCA ઇલેક્શન : રોયલ અને રિવાઇવલ જૂથે સમજૂતીથી સમીકરણો બદલાયા

    મુખ્ય શહેર 12-2-2023 08:51 AM
    • ‘મતભેદોના કારણે એસોસિએશન અને ક્રિકેટ બન્ને ભોગ બનતા હતા
    વડોદરા

    બીસીએના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની ૩૧ પોસ્ટ માટે તા. ૨૬ ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાશે તે પહેલા બીસીએના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગત ચુંટણીમાં રિવાઇવલ અને રોયલ જૂથ વચ્ચે સીધો જંગ થયો હતો આ વખતે પણ એવા જ અણસાર હતા પરંતુ રોયલ જૂથના સર્વેસર્વા સમરજીતસિંહ ગાયકવાડે અચાનક જ રિવાઇવલ જૂથના સર્વેસર્વા અને બીસીએના વર્તમાન પ્રેસિડેન્ટ પ્રણવ અમીન સાથે સમજૂતી કરી લેતા હવે સમીકરણ બદલાઇ ગયા છે.

    આજે સમરજીતસિંહ અને પ્રણવ અમીને સંયૂક્ત પ્રેસકોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે બન્ને સાથે મળીને હવે વડોદરાના ક્રિકેટના વિકાસમાં ધ્યાન આપશે.જો કે પ્રણવ અમીને રિવાઇવલ જૂથની સફળતાઓ ગણાવતા કહ્યું હતું કે ‘અમે એક સાથે પાંચ એજીએમ પૂર્ણ કરીને બીસીસીઆઇમાંથી બાકી ફંડ લાવ્યા છીએ. સ્ટેડિયમનો વાયદો પૂર્ણ કર્યો છે. સ્ટેડિયમનું કામ આખરી તબક્કામાં છે ઉપરાંત ક્રિકેટના વિકાસ માટે પણ ઘણુ કામ કર્યુ છે.’ જ્યારે સમરજીતસિંહે કહ્યું હતું કે ‘મતભેદોના કારણે એસોસિએશનનું કાર્ય અને ક્રિકેટ બન્ને  ભોગ બનતા હતા. આખરે બીસીએ જેવી સંસ્થાના વિકાસ અને ક્રિકેટ માટે સાથે આવ્યા છીએ જેથી એસોસિએશન સરળતાથી ચાલી શકે. ખોટા આક્ષેપો કરવા અને કેસ કરવાથી કોઇને કશુ મળવાનું નથી. હુ પોતે બીસીએ પ્રેસિડેન્ટ રહી ચુક્યો છે. ૧૬ વર્ષ ઓફિસ બેરર તરીકે સેવા આપી છે. બીસીએ પાસે પોતાની જામીન હતી પરંતુ સ્ટેડિયમ બની શક્યુ નહતુ. હવે તે તૈયાર છે.’ રોયલ અને રિવાઇવલ જૂથ તો એક થઇ ગયુ પરંતુ ત્રીજો મોરચો પણ મંડાયો છે તો તેની ચૂંટણીમાં શુ અસર થશે એ પ્રશ્નનો જવાબ આપતા પ્રણવ અમીને કહ્યું હતું કે દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે જો મુકાબલો થશે તો અમે પણ લડી લઇશું.’  હકિકતે તો રિવાઇવલ જુથે આજે સમરજીસિંહને સાથે રાખીને પ્રેસકોન્ફરન્સના નામે ચૂંટણી  પહેલા શક્તિ પ્રદર્શન જ કર્યુ હતુ. પ્રેસ કોન્ફરન્સમાં બીસીએના ૨૦૦થી વધુ સભ્યો પણ એકઠા થયા હતા જેમાં રોયલ અને રિવાઇવલ એમ બન્ને જૂથના ટેકેદારો હતા. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!