• એક સ્ત્રી થઈ તમે બીજી સ્ત્રીનો આધાર બનો - વર્ષાબેન ‘વૃંદા’
    આર્ટિકલ 31-5-2023 01:24 PM
    લેખક: વર્ષાબેન ‘વૃંદા’
     સ્ત્રી અજાણતાં જ અન્ય સ્ત્રીની ઈર્ષા કરે,
    પોતાને પડેલ વિપદાથી એ કેમ અળગી રહે!

    સ્વજનની પીડાને સ્ત્રી ઠારી કેમ ન શકે,સાચા મનથી અન્ય સ્ત્રીનું અસ્તિત્વ સ્વીકારી ન શકે?

        કહેવાય છે કે ઈશ્વર બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે તેઓએ એક સ્ત્રીને આ પૃથ્વી પર મોકલી છે. એક સ્ત્રી ત્યાગ, બલિદાન, મમતા, પ્રેમ, હૂંફ બધાં જ ગુણોથી ભરેલી છે. એક સ્ત્રી જ પરિવારને એક સાંકળથી બાંધી રાખે છે, પણ ખબર નહીં આ ઈર્ષા સ્ત્રીમાં ક્યાંથી પ્રવેશી ગઈ.

     હું લખનાર પણ એક સ્ત્રી છું.    સમાજનાં, પરિવારમાં આપણે ઘણીવાર જોઈએ કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની જાય છે. 

    લગ્ન પછી સાસુ, વહુ, દેરાણી, જેઠાણી અને નણંદ, ભાભીનાં સંબંધોમાં આ ખાસ જોવાં મળે છે. એક સ્ત્રી જ્યારે લગ્ન કરી સાસરે આવે છે, તો હંમેશા સાસુ અને વહુ વચ્ચે તણાવ જોવાં મળે છે. 

    એક સ્ત્રી હોવાં છતાં તે એક સ્ત્રીની દુશ્મન બની જાય છે. સાસુને તેનો જમાઈ દીકરીને સાચવે, કામ કરાવે તો તે હરખાય છે, પણ જો દીકરો તેની પત્નીને સાચવે, કામમાં મદદરૂપ થાય તો સાસુ તરીકે તેને પસંદ નથી.     ઘણાં પરિવારોમાં જોવાં મળે છે, જેઠાણી કરતાં દેરાણી કોઈ ક્ષેત્રમાં આગળ વધી જાય તો તેનાથી સહન થતું નથી. 

    શા માટે? એક સ્ત્રી થઈ તમે એક સ્ત્રીની ઈર્ષા કરો છો?    વિહા લગ્ન કરી સંયુક્ત કુટુંબમાં આવી. જેઠાણી કરતાં વિહા હોંશીયાર હોય થોડાં જ સમયમાં ઘરમાં બધાની પ્રિય થઈ ગઈ, અને સામાજિક ક્ષેત્રે, વ્યવસાયમાં પણ તેણે ઘણી પ્રગતિ કરી તો આ વાત તેની જેઠાણી પચાવી શકી નહીં.   

      સાધનાબેન તેનાં દીકરા યશને ખૂબ પ્રેમ કરતાં હતાં, પણ લગ્ન પછી નેહાને જ પ્રેમ કરે છે, મને નહીં, એમ વિચારી સાધનાબેન હંમેશા નેહાથી નારાજ રહેતાં. 

    આપણે એ વાત સમજવી જોઈએ કે મા અને પત્ની બંને અલગ છે. તો ઈર્ષા કરી સંબંધોને ગ્રહણ શા માટે લાગવા દયો છો?      એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને દિલથી સ્વીકાર કરો, તેનાં અસ્તિત્વને મનથી અપનાવો, ન કે ઈર્ષા કરો. સ્ત્રી એટલે મમતામય એ વાતને સાર્થક કરો. આજે જ્યાં પણ જાઉં તો આવાં બનાવો જોવાં મળશે.

    કોઈ આગળ વધતું હોય તો તેની લીટી કાપી તમારી લીટી મોટી કરશો, એ બરાબર નથી. દિલથી નિખાલસ અને પારદર્શક બનશો તો જીવન જીવવું સરળ બનશે. 

    કોઈની ઈર્ષા, અદેખાઈ કરી, તેને પછાડી મળતી સફળતા બહુ અલ્પજીવી હોય છે.એક સ્ત્રી થઈ તમે બીજી સ્ત્રીનો આધાર બનો, તેની પડખે રહો, એજ સાચો ધર્મ છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!