• વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકાયો
    ગુજરાત 30-8-2022 11:28 AM
    •  કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, રાજ્યમંત્રી દેવાભાઇ માલમે શિવપૂજન કરી મેળો ખુલ્લો મુક્યો
    સુરેન્દ્રનગર

    કોરોનાના કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો ભાતીગળ લોકમેળો મંગળવારે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે લોકમેળાને સવારે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી દેવાભાઇ માલમે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી મેળો ખુલ્લો મુક્યો હતો.દરમિયાન ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું હતુ. રાત્રે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન અર્ધ્ય અર્પણ કરવામાં આવી હતી.

    આજે તા.૩૧ ઓગસ્ટના  રોજ ભાદરવા સુદ ચોથના દિવસે ૧૧-૩૦ કલાકે પાળીયાદના પુ.  વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિત ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ૯-૩૦ કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજવામાં આવશે.

    તા.૧ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ૫-૦૦ કલાકે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે ૮-૦૦ કલાક થી ૧૧-૦૦ કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે રસ્સાખેંચ અને કુસ્તી  વગેરે યોજાશે. સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે.

    આ ઉપરાંત સવારે ૧૧-૦૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તરણેતર મેળામાં ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, રાજ્યકક્ષાના પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ વગેરે મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લી.ના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લેશે તથા આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!