• યોગ્ય દિશાના પ્રયાસોથી મહિલા સશક્તિકરણની કામગીરીમાં ભાવનગર જિલ્લો અવલ્લ બન્યો
    યુનિસેફ 2-9-2022 12:54 PM
    • 10 હજાર કરતા વધુ દીકરીઓને વ્હાલી દીકરી યોજના સાથે જોડી, ફેબ્રુઆરી -૨૦૨૨માં જિલ્લાની ૫૩ હજાર વિધવાઓને 6.૩૦ કરોડની સહાય ચૂકવાઈ
    અમદાવાદ

    ભાવનગર જીલ્લામાં કામ કરતા મહિલા અને બાળ અધિકારીશ્રી કિશોરભાઈ કટારીયા મહિલાઓને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે માટે કામ કરી રહ્યા છે. કિશોરભાઈનો સ્પષ્ટ મંત્ર છે કે સમગ્ર જીલ્લામાં કિશોરીઓ અને મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ઉપરાંત સરકારી યોજનાઓ, સેવાઓ અને કાર્યક્રમોનો લાભ કેવી રીતે લઇ શકાય તે અંગે જાગૃત કરવા માટે કિશોરભાઈએ ત્રિ- પાંખીય વ્યૂહરચના દ્વારા તેમણે નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરે છે. ટેકનોલોજીના ઉપયોગ અને તમામ હિતધારકો વચ્ચેના સંકલન અને સહકાર થકી યોજનાઓનો સરળતાથી ઉપલબ્ધતા હાંસલ કરાવે છે.

    કિશોરભાઈ વ્હાલી દીકરી યોજના અને વિધવા પેન્શન યોજના જેવી યોજનાઓનો ઉપયોગ થઇ શકે તે માટે મધ્યસ્થી તરીકે કામગીરી કરીને લાયક લાભાર્થીઓ ને યોજનાઓનો લાભ લઇ શકે તે માટે કામ કરી રહ્યા છે.  ખાસ કરીને તેમનું વિશેષ ધ્યાન દુરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી જરૂરીયાતમંદ મહિલાઓ ઉપરાંત બાળકો અને કિશોરીઓને આવરી લેવા પર હોય છે. પરિણામે ભાવનગર જીલ્લામાં અંદાજે ૧૦૦૦૦ કરતા વધુ કિશોરીઓને વ્હાલી દીકરી યોજના સાથે જોડવામાં સફળતા મળી છે. આ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સંખ્યા છે. તેવી જ રીતે માત્ર ભાવનગર જિલ્લમાં ફેબ્રુઆરી-2022માં રાજ્ય સરકાર દ્વારા 53,000 વિધવાઓના ખાતામાં નાણાકીય સહાય તરીકે 6.30 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. 

    યોજનાઓના સફળ અમલીકરણ માટે, તેમને જીલ્લામાં કામ કરતી જુદી જુદી સામાજિક સંસ્થાઓ, સમુદાયના આગેવાનો, ગ્રામ પંચાયત અને તાલુકા સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તેમજ ફ્રન્ટ લાઈન કાર્યકરો, યુવા નેતાઓ અને સમુદાયના સભ્યો વચે મજબુત સબંધો બનાવ્યા છે. તેનાથી લાભાર્થીઓ માટે લાભો મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બની છે.

    ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસમાં ગતિ લાવવા માટે સંકલિત અભિગમ દ્વારા તેમને યોજનાના લાભો મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કેટલાક નવીનતમ અભિગમો અપનાવ્યા છે. સોફ્ટવેરના ઉપયોગ દ્વારા જીલ્લાના ગામોના ડેટા એકત્ર કરી, વિભાજીત અને વિશ્લેષણ કરી લાભાર્થીઓના દસ્તાવેજોના એકત્રીકરણ અને રજૂઆતને સરળ અને ઝડપી બનાવી ટૂંકા સમયમાં વધારેમાં વધારે લાભાર્થો સુધી પહોચી શક્યા છે. ડીજિટલ પ્રયોગ માટે વોટસએપ ગ્રુપ બનાવીને ઉપયોગ કરવાથી બાળ વિકાસ યોજના અધિકારી અને આગણવાડી કાર્યકરોને એક બીજા સાથે સંચાર સુગમ બન્યો છે.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!