• ભાવનગરમાં પરોઢીયે કડાકા ભડાકા સાથે માવઠુ: ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદ
    ગુજરાત 28-1-2023 07:23 AM
    • ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો
    સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન વારંવાર કરવટ બદલી રહ્યું હોય તેમ કાતિલ ઠંડી વચ્ચે અમુક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. ભાવનગરમાં વ્હેલી સવારે કડાકા ભડાકા સાથે માવઠું થયુ હતું તેવી જ રીતે ઉતર ગુજરાતના અમુક પંથકમાં વરસાદ પડયો હતો જેને પગલે ઘઉં-ચણા સહિતના પાકને નુકશાનીની આશંકાથી ખેડુતોના જીવ અદ્ધર થયા હતા.કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનો સામનો કરતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે અમુક ભાગોમાં કમોસમી વરસાદથી ખાસ કરીને ખેડુતો તથા લગ્નપ્રસંગના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખેડા, સુરત, ભરૂચ, મહીસાગર, અરવલ્લી, નડીયાદ સહિતના ભાગોમાં સવારે વરસાદ થયો હતો. તો ડાકોરમાં ભકતો અટવાયા હતા.

    ભાવનગરમાં આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં કડાકાભડાકા-ગાજવીજ સાથે વરસાદ ત્રાટકયો હતો અને રસ્તા પર પાણી ભરાયા હતા. પરોઢીયાની ઉંઘ માણતા લોકો કડાકા ભડાકાથી સફાળા જાગી ગયા હતા અને ચોમાસા જેવો માહોલ જોઈને અચંબીત બન્યા હતા. આ સિવાય ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વ્હેલીસવારે માવઠા વરસ્યા હતા. મહીસાગર, વિરપુર, બાલાસિનોર તથા લુણાવાડામાં વરસાદ પડયો હતો. સંતરામપુર તથા ખાનપુરમાં પણ ચોમાસા જેવા વરસાદથી પાણી રેલાયા હતા. ભરૂચ જિલ્લામાં જંબુસર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ હતો. સુરતના હજીરા તથા મોડાસામાં પણ માવઠા હતા.રાજયના અનેક ભાગોમાં વરસાદથી ખેડુતો ચિંતામાં મુકાયા હતા.

    માવઠાને કારણે ઘઉં, ચણા, બાજરી, મકાઈ, શાકભાજી તથા ઘાસચારાના ઉત્પાદન-પાકને ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય રાજયમાં લગ્નગાળો બરાબર જામ્યો છે અને સેંકડો લગ્નો છે જયારે પાર્ટીપ્લોટ કે ખુલ્લા મેદાન કે ખુલ્લી જગ્યામાં લગ્નો ગોઠવનારા પરિવારો પણ ચિંતામાં મુકાયા છે. લગ્ન સહિતના પ્રસંગોમાં વિધ્નો સર્જાવાની આશંકા ઉભી થઈ છે. શિયાળાની વર્તમાન સિઝનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જેવા હવામાનના ઘટનાક્રમોના પ્રભાવ હેઠળ ઉતર ભારતથી રાજસ્થાન તથા તેના સંલગ્ન ભાગોમાં માવઠા થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જ હતી. એકાદ દિવસના આ પ્રકારના હવામાન પલ્ટા બાદ ફરી વાતાવરણ સ્વચ્છ થઈ જવાનો નિર્દેશ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!