• ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ
    ગુજરાત વિધાનસભા 2022 8-12-2022 07:49 AM
    • કોંગ્રેસ અને આપના સુપડા સાફ
    • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોની જીત
    • કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર, ખંભાળિયામાં ઈસુદાન હાર્યાં, ભાજપના જવાહર ચાવડા, હર્ષદ રિબડિયાનો પરાજય
    અમદાવાદ

    વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ ગયા છે. ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોની જીત થઈ છે. તો કેટલાક દિગ્ગજ નેતાઓ આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસના પરેશ ધાનાણીની અમરેલીમાં હાર થઈ છે. આપના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવીનો પરાજય થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા જવાહર ચાવડા, હર્ષદ રિબડિયાનો પરાજય થયો છે.

    મહત્વનું છે કે1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી થઈ રહ્યાં છે. ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતા પ્રદેશ કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!