• ભાજપ સૌથી વધુ સીટ, લીડ અને વોટ શેર એમ ત્રણ રેકોર્ડ બનાવશેઃ પાટીલ  
    ગુજરાત વિધાનસભા 2022 3-12-2022 01:47 PM
    • ભાજપ અધ્યક્ષે પ્રથમ તબક્કાના તમામ મતદારોનો આભાર માન્યો
    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થયા છે. સોમવારે મતદાન યોજાશે. આ પૂર્વે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તબક્કાના મતદાનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ત્યારે પહેલાં ચરણના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે બીજા તબક્કામાં પણ મતદાતાઓ ગુજરાતના ઉજ્વળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી. 

    વધુમાં જણાવ્યું હતું હતું વર્ષ ૨૦૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં કુલ મતદારોની સંખ્યા ૧૦ લાખ જેટલી વધી છે. ગુજરાતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું અને કોઇ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી અને પરિણામના દિવસે પણ ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઇ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.  ગુજરાતમાં કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કોઇનું નામ જાહેર કર્યું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાવી છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!