• કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપનું કમળ ખિલ્યું
    ગુજરાત 8-12-2022 09:40 AM
    • ભુજ ,અંજાર, ગાંધીધામ સહિત તમામ બેઠક પર કોંગ્રેસનો પરાજય
    ભુજ

    કચ્છની તમામ 6 બેઠકો પર પણ ભાજપે ધમાકેદાર જીત મેળવી છે. કચ્છની તમામ 6 બેઠકો અબડાસા, માંડવી, ભુજ , અંજાર, ગાંધીધામ અને રાપરમાં BJPએ બેઠક જીતી છે. કચ્છની 6 બેઠકમાં અબડાસામાં ભાજપના પ્રદ્યમનસિંહ જાડેજા, માંડવી- ભાજપના અનિરૂદ્ધ દવે

    ભુજ - ભાજપના કેશવલાલ પટેલ, અંજાર- ભાજપના ત્રિકમ છાંગા, ગાંધીધામ - ભાજપના માલતિ માહેશ્વરી,રાપર - ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ જીત મેળવી છે. મહત્વનું છે કે કચ્છમાં છેલ્લા કેટલીક ચૂંટણીઓથી કોંગ્રેસનુ વર્ચસ્વ ઘટી રહ્યું છે. તેમાં 2022ની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવતા તમામ બેઠક પર કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ 5 દરમિયાન એક ઇવીએમ મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે. એટલું જ નહીં ઇબીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!