• અકસ્માતમાં વળતરના દાવાઓને ઝડપી બનાવવા માટે c-DAR પોર્ટલ : તેજ દફતરી
    આર્ટિકલ 22-4-2022 09:54 AM
    તેજ દફતરી

    ગયા લેખમાં આપણે જોયું હતું કે કેવી રીતે કોઈપણ કાર્ડ વિના, UPI દ્વારા ATMમાંથી કેવી રીતે રોકડા રૂપિયા ઉપાડી શકાય છે. હવે આપણે આ લેખમાં જોઈશું કે કેવી રીતે રસ્તા ઉપરના અકસ્માત વળતરના દાવાઓને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા e-DAR પોર્ટલ બનાવવામાં આવેલ છે. 

    વીમા કંપનીઓ સાથે વાતચીત કરીને સરકાર દ્વારા રચાયેલ વેબ પોર્ટલ રસ્તા ઉપર થતા અકસ્માતો પર થોડી ક્લિક્સ સાથે ત્વરિત માહિતી પ્રદાન કરશે. તથા તે તેની સાથે અકસ્માત વળતરના દાવાઓને વેગ આપવામાં મદદ કરશે સાથે સાથે તે અકસ્માત પીડિતોના પરિવારોને જલ્દીથી રાહત આપશે. આ એક ભારત સરકારનું અને વીમા કંપનીઓ દ્વારા થતા રૂકાવટના કામને પણ ઝડપી અને સચોટ બનાવશે. 

    મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે (MoRTH) એ ‘e-DAR’ (ઈ-વિગતવાર અકસ્માત અહેવાલ) નામનું પોર્ટલ વિકસાવ્યું છે.ડિજીટલાઇઝ્ડ ડીટેલ્ડ એક્સીડેન્ટ રિપોર્ટ્સ (DAR) સરળતાથી એક્સેસ માટે પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વેબ પોર્ટલ ઉપર ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ (iRAD) સાથે લિંક કરવામાં આવશે.આ પોર્ટલ ઉપર પોલીસ, રોડ ઓથોરિટી, હોસ્પિટલ વગેરે જેવા હિતધારકોએ ઇ-ડીએઆર ફોર્મ માટે ખૂબ જ ઓછી માહિતી દાખલ કરવી જરૂરી છે. આમ, e-DAR એ iRAD નું વિસ્તરણ અને ઇ-વર્ઝન હશે. જે સામાન્ય નાગરિક જે અકસ્માતનો ભોગ બનેલ છે તેમાં ભારતીય અદાલતોને પણ રાહત આપશે. માનનીય ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે ટેકનિશિયનોએ કોર્ટ અને એમિકસ ક્યુરી, એડવોકેટ એન. વિજયરાઘવન અને એડવોકેટ વિપિન નાયર સમક્ષ પોર્ટલની કામગીરીનું નિદર્શન કર્યા પછી સંતોષ વ્યક્ત કર્યો હતો. આપણી માનનીય કોર્ટે તેના વિગતવાર આદેશમાં એ નોંધ્યું છે કે ઈ-ડીએઆર પોર્ટલ અકસ્માતમાં સામેલ વાહનો, અકસ્માતની તારીખ અને પ્રથમ માહિતી રિપોર્ટ નંબરની ઊંડી શોધ કરીને બનાવટી દાવાઓ સામે ત્વરિત રીતે તપાસ કરશે.

    તથા આ પોર્ટલ વાહન જેવા અન્ય સરકારી પોર્ટલ સાથે લિંક કરવામાં આવશે અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો અને વાહનોના રજીસ્ટ્રેશનની માહિતી મેળવી શકશે.

    આ પોર્ટલ સરકાર દ્વારા વર્ગીકૃત કરેલા તપાસ અધિકારીઓના લાભ માટે, આ પોર્ટલ સાઇટના નકશા સાથે ચોક્કસ અકસ્માત સ્થળનું જીઓ ટેગિંગ પ્રદાન કરશે. આનાથી તપાસ અધિકારીને ઘટના સ્થળથી અથવા જો પોર્ટલ અન્ય કોઈ સ્થળેથી એક્સેસ કરવામાં આવે તો તેના અંતર પર જાણ કરવામાં આવશે.

    આ પોર્ટલની અંદર ફોટા, અકસ્માત સ્થળના વિડિયો, ક્ષતિગ્રસ્ત વાહનો, ઘાયલ પીડિતો, નજરે જોનારા સાક્ષીઓ વગેરે જેવી વિગતો પોર્ટલ પર તરત જ અપલોડ કરવામાં આવશે. “રાજ્ય પોલીસ સિવાય, જાહેર બાંધકામ વિભાગ અથવા સ્થાનિક સંસ્થાના એન્જિનિયરને તેના મોબાઇલ ઉપકરણ પર ચેતવણી પ્રાપ્ત થશે અને સંબંધિત અધિકારી પછી અકસ્માત સ્થળની મુલાકાત લેશે. તેની ઊંડી તપાસ કરશે અને જરૂરી વિગતો ફીડ કરશે, જેમ કે માર્ગ ડિઝાઇન. અકસ્માતો માટેના હોટસ્પોટ્સ પણ ઓળખવામાં આવશે જેથી કરીને આ હોટસ્પોટ્સ પર અકસ્માતો ટાળવા માટે ઉકેલો મેળવી શકાય,” આવું આપણી માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશમાં નોંધ્યું છે. સાથે સાથે તે જણાવે છે કે સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે 24 રાજ્યો માટે મોટર અકસ્માતોના સંદર્ભમાં ડેટા પહેલેથી જ અપલોડ કરવામાં આવ્યો છે. કોર્ટે પોર્ટલ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.
    e-DAR પોર્ટલ વિષે જો આપને વધુ માહિતી જોઈતી હોય તો આપ લેખકનો સંપર્ક કરી શકો છો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!