• વિધાનસભા સત્રના અંતિમ દિવસે કેગ રિપોર્ટ રજૂ, પ્રદુષણ મુદ્દે ટીકા કરાઈ
    મુખ્ય શહેર 23-9-2022 08:52 AM
    • પ્રદૂષિત હવાની ચકાસણીનું યોગ્ય તંત્ર ન ગોઠવવા બદલ GPCBની ટીકા
    ગાંધીનગર

    વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં પ્રદુષણ મુદ્દે રાજ્ય સરકાર અને GPCBની ટીકા કરવામાં આવી છે. પ્રદૂષિત હવાની ચકાસણીનું યોગ્ય તંત્ર ન ગોઠવવા બદલ GPCBની એ ટીકા કરી હતી. GPCB તંત્ર માત્ર 14 શહેરના 82 મથકો ખાતે આસપાસની હવાની જ દેખરેખ રાખતી હોવાનો ઘટસ્ફોટ CAGના રિપોર્ટમાં થયો છે. અન્ય શહેરો,ઔદ્યોગિક,ખાણકામના વિસ્તારોની દેખરેખ થતી નથી એટલે ત્યાં પ્રદૂષણ પર કોઈ કંટ્રોલ રાખવામાં ન આવતો હોવાનું જણાઈ આવે છે.

    GPCBમાં મહેકમ વધારવાની બદલે 223 જગ્યા નાબૂદ કરી દેવામાં આવી છે. GPCBમાં વર્ષ 2008થી 105 જગ્યા ખાલી છે. ખાલી પડેલી જગ્યામાં 17 ટકા જગ્યા પર્યાવરણ ઈજનેર અને વૈજ્ઞાનિકોની છતાં પણ GPCB તેણે ભરવામાં કોઈ પગલા ન લેતું હોવાનું પણ CAGના રિપોર્ટ ખૂલ્યું છે. રાજ્યના સૌથી પ્રદૂષિત વિસ્તાર વાપીમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું પણ રિપોર્ટમાં ખૂલ્યું છે. વડોદરા હાલ રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. વાપીમાં પ્રદૂષણનો સૂચકાંક 88.09થી ઘટી 79.95 થયો છે. વડોદરાનો પ્રદૂષણનો સૂચકાંક 2009માં 66.91 હતો જે વધીને 2018માં 89.09 થયો છે. રાજકોટ શહેરમાં પણ પ્રદૂષણનો સૂચકઆંક 66.76થી વધી 70.62 થયો છે. વાપી, અંકલેશ્વર, વટવા-નારોલ, નરોડા-ઓઢવમાં પ્રદૂષણ ઘટ્યું છે.પેટ્રોલપંપ અને PUC સેન્ટરને લઈને પણ CAGના અહેવાલમાં ખુલાસો થયો છે.અન્ન-નાગરિક પુરવઠા નિગમ દ્વારા પેટ્રોલપંપની તપાસમાં ઉણપ છે. નિગમે 33 હજાર 854માંથી 1 હજાર 506 પેટ્રોલપંપની જ તપાસ કરી છે. 11 પેટ્રોલપંપ ભેળસેળીયું બળતણ વેચતા હતા. PUC કેન્દ્રનું ટેકનિકલ ઓડિટ ન થતું હોવાનું તારણ છે.2018-2019માં 2.52 કરોડ વાહનો સામે 1 હજાર 192 PUC કેન્દ્ર કાર્યરત હતા. PUC કેન્દ્રના સંચાલનમાં ધારાધોરણનું પાલન નહતું થતું. 78 PUC સેન્ટરમાંથી 162ને નોટિસ અપાઈ અથવા પરવાના મોકૂફ કરાયા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!