•  પૂજ્ય મહંત સ્વામી મહારાજના 89મા પ્રાગટ્યોત્સવની આણંદમાં ઉજવણી
    મુખ્ય શહેર 20-9-2022 12:25 PM
    • અક્ષર ફાર્મ ખાતે વિશાળસંત ગણ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન કરવામાં આવ્યું
    આણંદ

    બીએપીએસ સંસ્થાનના વડા પ.પૂ.મહંત સ્વામી મહારાજના 89માં પ્રાગટ્યોત્સવની આણંદ ખાતે સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતગણ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતુ.

    પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી આપણા જ સૌ માટે જીવી ગયા, સૌને રાજી કર્યા છે. અને બધો યશ ગુરુઓને અને સૌને આપ્યો છે. ભગવાન સર્વ કર્તા હર્તા છે. જે કંઈ કાર્ય કરીએ તે ભગવાનને સંભારીને નિષ્ઠાપૂર્વક અને મહિમા સમજીને કરવું. સત્સંગ કરી આનંદમાં રહેવું. સાથે સમગ્ર માનવજાત તન, મન અને ધનથી સુખી થાય તેવી પ્રાર્થના કરી હતી.પૂજ્ય મહંતસ્વામી મહારાજ  છેલ્લા એક મહિનથી વધુ દિવસોથી આણંદના અક્ષરફાર્મ ખાતે બિરાજમાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સમગ્ર ચરોતર પ્રદેશના હરોભક્તો- ભાવિકોને સત્સંગ લાભ આપી રહ્યા છે. સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં સૌ શુભ પ્રેરણા, આનંદ અને નવી ઉર્જા પ્રાપ્ત કરી રહ્યા છે. આ મંગલમય દિવસના શુભ પ્રભાતે સ્વામીએ પ્રાતઃપૂજામાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુવર્યોની ભક્તિવંદના કરીને સૌને શુભ આશિષ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ મંદિર વિસ્તારમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નિવાસ્થાન હોઈ, આજના શુભ દિવસે મંદિર નજીકના ચોકને “મહંતસ્વામી ચોક” તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ઇશ્વરચરણ સ્વામીજી, આણંદ ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, આણંદ નગર પાલિકા પ્રમુખ રૂપલબેન વનિશભાઈ પટેલ (દાળ) તથા આણંદ જીલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર દિવસે સાંજે ૫.૩૦ વાગ્યે અક્ષરફાર્મ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૮૯માં જન્મદિનની ઉત્સવ સભા યોજાઈ હતી. સંગીતજ્ઞ સંતો અને યુવકોએ ઉત્સવ સભાની શરૂઆત કરી હતી. અધ્યાત્મિક માર્ગે ચાલતા સૌ સાધક આ ઉત્સવમાંથી બોધ લઈ શકે એ મુજબ કાર્યક્રમના તમામ સોપાનો ગુંથાયેલા હતા.

    આણંદમાં સ્વામિનારાયણ મંદિર સામેના ચોકને મહંત સ્વામી ચોક નામાભિધાન
    આણંદમાં BAPSના વડા પૂજ્ય મહંત સ્વામીના 89મા જન્મ દિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ચોકને ‘પૂ.મહંત સ્વામી ચોક’ નામકરણ કરવામાં આવ્યું હતુ. વરિષ્ઠ સંતોના હસ્તે લોકાર્પણ કરી આ ચોકને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બીએપીએસ સંસ્થાનનાં વડા પૂજ્ય મહંત સ્વામીનાં પૂર્વાશ્રમનાં શહેર અને વિસ્તાર કે જ્યાં મહંત સ્વામી જેવી વિભૂતિનું બાળપણ વીત્યું હતું. ત્યાં પાલિકા દ્વારા મહંત સ્વામી ચોકનું નિર્માણ કરવામા આવ્યું  છે. જેનું પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ભગવતચરણ સ્વામી, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપ પ્રમુખ છાયાબેન ઝાલા, જિલ્લા ભાજપના મહામંત્રી નીરવ અમીન, શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી સ્વપ્નિલ પટેલ ઉપરાંત પાલિકાના સભ્યો સહિત હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!