• કચ્છની પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર
    ગુજરાત 18-1-2023 09:06 AM
    • કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને સમયમાં ફેરફાર  
    • તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો
    • અન્ય જિલ્લાઓની સ્કુલોમાં પણ ફેરકાર કરવા સુચનાઓ
    ગાંધીનગર

    ગુજરાતમાં કાતિલ ઠંડીની સ્થિતિ વચ્ચે દરેક જિલ્લામાં સ્કુલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાલીઓ અને માતા-પિતા દ્વારા માંગણી કરવામાં આવ્યા બાદ હવે અનેક જિલ્લામાં સ્કુલોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં પારો નીચે જતા હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં હજુ એક દિવસ કોલ્ડવેવ રહેશે. ત્યારે કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ અંગે આદેશ આપ્યો છે.

    જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોલ્ડ વેવના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, શિયાળાની ઋતુમાં કોલ્ડ વેવના કારણે અન્ય સુચના ન થાય ત્યાં સુધી તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ બિન પાળી પદ્ધતિ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં સમય સોમવારથી શુક્રવાર સુધી 11.00 વાગ્યાથી બપોરના 4.00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે શનિવારે સમય સવારના 09.00 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધીનો રહેશે.આ ઉપરાંત પાળી પદ્ધતિ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં સવારની પાળી સવારે 9 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધી અને બપોરની પાળી 12.30થી 4.00 વાગ્યા સુધીની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાખતી ઠંડી પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડીનો અનુભવ થયો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!