• પરિવર્તન સંસારનો નિયમ છે
    આર્ટિકલ 22-3-2023 12:06 PM
    લેખક: વિનોદ માછી
     મનુષ્યોમાં પરીવર્તન ક્યારે-ક્યાં અને કેવી રીતે થાય છે તે વિશે એક બોધકથા જોઇએ..એક રાજાએ રાજ્ય ભોગવતાં ભોગવતાં ઘણો લાંબો સમય થયો,તેમના વાળ સફેદ થઇ ગયા.એક દિવસ તેમને રાજદરબારમાં એક ઉત્સવનું આયોજન કર્યું અને પોતાના ગુરૂદેવ તથા મિત્ર દેશોના રાજાઓને પણ સાદર આમંત્રિત કર્યા.ઉત્સવને રોચક બનાવવા માટે રાજ્યની સુપ્રસિદ્ધ નર્તકીને પણ બોલાવવામાં આવે છે.
    રાજાએ કેટલીક સોનામહોરો પોતાના ગુરૂદેવને પણ આપી જેથી તેમની ઇચ્છા થાય તો નર્તકીના સારા ગીતો અને નૃત્યથી પ્રસન્ન થઇ આપી શકે.આખી રાત નૃત્યનો કાર્યક્રમ ચાલતો રહ્યો.બ્રહ્મમુહૂર્તનો સમય થયો તે સમયે નર્તકીએ જોયું કે મારા તબલા વગાડનાર ઉંઘી રહ્યો છે એટલે તેને જગાડવા માટે નર્તકીએ એક દોહો ગાયો.બહુત બિતી થોડી રહી,પલ પલ ગઇ બિતાય,એક પલકકે કારણે ના કલંક લગ જાઇ..
    હવે આ દોહાના અલગ-અલગ વ્યક્તિઓએ પોતાને અનુરૂપ અલગ-અલગ અર્થ કર્યા.તબલા વગાડનાર સતર્ક થઇને તબલા વગાડવા લાગ્યો.જ્યારે આ વાત ગુરૂજીએ સાંભળી તો તેમને તમામ સોનામહોરો નર્તકીની સામે ફેંકી દીધી.આ દોહો નર્તકીએ બીજીવાર ગાયો તો રાજાની દિકરી રાજકુંવારીએ પોતાનો નવલખો હાર નર્તકીને ભેંટ આપી દીધો.રાજાના પૂત્ર યુવરાજે પોતાનો મુગટ ઉતારીને નર્તકીને સમર્પિત કરી દીધો.તે સમયે રાજા કહે છે કે બસ કર..તારા એક દોહાથી તો તૂં વેશ્યા હોવા છતાં અમારૂં તમામ લૂટી લીધું.
    આ વાત રાજાના ગુરૂએ સાંભળી તો ગુરૂજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે હે રાજા..! તમે આને વેશ્યા ના કહો.આ નર્તકી તો હવે આપણા બધાની ગુરૂ બની ગઇ છે.નર્તકીએ મારી આંખો ખોલી દીધી છે.નર્તકી કહી રહી છે કે મેં આખી જીંદગી સંયમપૂર્વક ભક્તિ કરતો રહ્યો અને આખરી સમયે નર્તકીનો આ મુજરો જોઇને મારી સાધના નષ્ટ કરવા માટે અહીયાં આવ્યો છું.ભાઇ..! હું તો જાઉં છું, આમ કહીને ગુરૂજી પોતાનું કમંડલ લઇને જંગલની તરફ ચાલવા લાગ્યા. રાજાની દિકરી રાજકુંવારીએ કહ્યું કે પિતાજી ! હું જવાન થઇ ગઇ છું છતાં આપ આંખો બંધ કરીને બેઠા છો અને મારા લગ્ન કરાવતા નથી એટલે આજ રાત્રે હું આપના મહાવત સાથે ભાગી જઇને મારૂં જીવન બર્બાદ કરવા જવાની હતી પરંતુ આ નર્તકીએ મને સુમતિ આપી છે કે ઉતાવળ ના કરો..તારૂં પણ લગ્ન થશે,તૂં શા માટે તારા પિતાજીની આબરૂને કલંકિત કરવા જઇ રહી છે ! રાજકુમારે કહ્યું કે પિતાજી ! આપ વૃદ્ધ થઇ ગયા છો તેમછતાં મને રાજ્ય સુપ્રત કરતા નથી એટલે આપના સિપાઇઓ સાથે મળીને આપની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ આ નર્તકીએ સમજાવ્યું કે પાગલ ! આજે નહી તો કાલે રાજ્યનો વારસદાર તૂં જ થવાનો છે તો પોતાના જ પિતાની હત્યા કરીને પોતાના માથે કલંક કેમ લઇ રહ્યો છે? થોડી ધીરજ રાખો.રાજાએ જ્યારે આ તમામ વાતો સાંભળી તો રાજાને આત્મજ્ઞાન થયું,રાજાના મનમાં વૈરાગ્ય આવી ગયો.રાજાએ તરત જ નિર્ણય લીધો અને તરત જ રાજકુમારનું રાજતિલક કરી દીધું અને પોતાની રાજકુમારીને કહ્યું કે આજની સભામાં અનેક રાજકુમારો આવ્યા છે તેમાંથી તારી પસંદગીના રાજકુમારને વરમાળા પહેરાવી પતિ તરીકે સ્વીકાર કરી લે.રાજકુમારીએ પિતાની આજ્ઞા અનુસાર એક રાજકુમાર સાથે લગ્ન કરી લીધા અને રાજા સર્વ કંઇ ત્યાગ કરીને જંગલમાં પોતાના ગુરૂની શરણમાં ચાલ્યા ગયા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!