• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆત પ્રશ્નો સાંભળશે
    ગુજરાત 21-3-2023 09:12 AM
    • સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરૂવારે યોજાશે
    • પ્રશ્નો સાંભળ્યા બાદ સંબંધિત અધિકારીઓને સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે
    ગાંધીનગર

    ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 23મી માર્તે રાજ્યનાં સ્વાગત કાર્યક્રમ મારફતે નાગરિકોની ફરિયાદ, રજૂઆત અને પ્રશ્નો સાંભળશે. ફરિયાદો સાંભળ્યા બાદ સંબંધિત અધિકારીઓને જરૂરી આદેશ આપશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઇતિહાસ સર્જીને રેકોર્ડ જીત મેળવી લીધા બાદ પ્રજાના પ્રશ્નોને વધારે સારી રીતે હાથ ધરવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે.

     આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આ ‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!