• વડોદરામાં નવી શિક્ષણ નીતિ સામે બાળકોએ PM- CM અને ચીફ જસ્ટિસને પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો
    મુખ્ય શહેર 2-2-2023 08:15 AM
    નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1 માં પ્રેવશ નહિ મેળવી શકનાર બાળકો અને તેમના વાલીઓ કમાટીબાગમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાળકોએ PM તેમજ CM અને ચીફ જસ્ટિસને પોસ્ટ કાર્ડ લખી પોતું એક વર્ષ બચાવવા માંગ કરી હતી. તાજેતરમાં વાલીઓ દ્વારા કલેકટરને પણ આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ ગુજરાતી જાગરણને જાણવ્યું હતું કે, નવા નિયમનો પરિપત્ર 13 માર્ચ 2020માં જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તે પહેલા વર્ષ 2020-21 માટે નર્સરીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હતી અને 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ગયા બાદ આ પરિપત્રની જાણકારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કરવામાં આવી હતી. વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ અમારા બાળકોએ સિનયર કેજી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે પરંતુ નવા પરિપત્ર અનુસાર હવે જે વિધાર્થીની ઉંમર 1 જૂન 2023ના રોજ 6 વર્ષની હોય તે જ બાળકને ધોરણ 1 માં પ્રવેશ આપવાના નિયમના કારણે અમારા બાળકને ફરીથી સિનયર કેજીમાં અભ્યાસ કરવા અથવા 1 વર્ષ ડ્રોપ લેવામાં માટે શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે આ નવા નિયમના અમલ થશે તો 3 લાખ બાળકોનું એક વર્ષ બગડશે. જેથી આ નિયમના વિરોધમાં બાળકોએ PM તેમજ CM અને ચીફ જસ્ટિસને પોસ્ટ કાર્ડ લખી નવા નિયમનો અમલ એક વર્ષ માટે મોકુફ રાખી બાળકો પોતું એક વર્ષ બચાવવા માંગ કરી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!