• સ્વીડનમાં સિગારેટના વ્યસની ઘટ્યા, વસ્તીના માત્ર 5 ટકા સ્મોકિંગના બંધાણી
    આંતરરાષ્ટ્રીય 1-6-2023 12:11 PM
    સ્ટોકહોમ

    દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં સ્થાન પામતા યુરોપિયન દેશ સ્વીડન હવે વિશ્વનો એવો દેશ પણ બની ગયો છે જ્યાં સ્મોકિંગ કરનારાઓની સંખ્યા સૌથી ઓછી છે. વર્લ્ડ એન્ટી ટોબેકો ડે નિમિત્તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતુ કે, અહીંયા પાંચ ટકાથી પણ ઓછો લોકો રોજ સ્મોકિંગ કરે છે. યુરોસ્ટેટ સ્ટેટેસ્ટિક્સ એજન્સીના આંકડા અનુસાર 2019માં અહીંયા 15 વર્ષથી વધારે વય ધરાવતા 6.4 ટકા જ લોકો રોજ સ્મોકિંગ કરતા હતા. યુરોપિયન યુનિયનના દેશોમાં આ ટકાવારી સૌથી ઓછી છે. એ પછી સ્મોકિંગ કરનારાઓની ટકાવારી સતત ઘટી રહી છે અને ગયા વર્ષે તે માત્ર 5.6 ટકા રહી ગઈ છે. સ્વીડિશ કેન્સર સોસાયટીના સેક્રેટરી ઉલિકા અરેહેડે કહ્યુ હતુ કે, જાહેર સ્થળો પર કેટલાય વર્ષોથી સ્મોકિંગ પર પ્રતિબંધ મુકવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને સ્મોકિંગ સામેના કડક કાયદાના કારણે સ્વીડનમાં ફેફસાના કેન્સરનો રેટ દુનિયાના બીજા દેશો કરતા બહુ ઓછો થઈ ચુકયો છે. દોઢ કરોડની વસતી ધરાવતા આ દેશમાં બસ સ્ટોપ, ટ્રેન પ્લેટફોર્મ તથા બીજી જાહેર જગ્યાઓ પર કોઈ નાગરિક સિગારેટ પીતો નજરે પડતો નથી.

    2019 બાદ તો જ્યાં પણ લોકો બેસતા હોય તેવી તમામ જગ્યાઓ પર સ્મોકિંગ કરવા પર બેન મુકી દેવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના પગલા લેવાઈ રહ્યા હોવાથી હવે દેશમાં સિગારેટ પીનારાઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!