• ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, 5,65,528 વિદ્યાર્થી અને વાલીઓમાં ઉત્સુકતા
    મુખ્ય શહેર 30-5-2023 10:33 AM
    • 6357300971 પરથી વોટ્સએપ દ્વારા પલિણામ જાણી શકાશે
    ગાંધીનગર

    ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બુધવારે સવારે 8 વાગ્યે જાહેર થશે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org  પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે. ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે.આ વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને વોટ્સએપ પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું રિઝલ્ટ મેળવી શકે છે. વધુ વિગતો માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!