• ઘાનાના ભારતીય હાઈ કમિશનર, અંગોલાના ભારતીય રાજદૂત સાથે મુખ્યમંત્રીની મુલાકાત

    ગુજરાત 5-7-2022 10:11 AM
    • પોલીશ્ડ ડાયમન્ડ – એગ્રીકલ્ચર-ફાર્માસ્યુટિકલ-ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એજ્યુકેશન સેકટરમાં પરસ્પર સહયોગ સંભાવના અંગે ગાંધીનગરમાં ચર્ચા 

    ગાંધીનગર


    વેસ્ટ આફ્રિકાના ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇકમિશનર સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત પ્રતિભા પારકરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત યોજી હતી.

     મુલાકાત દરમિયાન અંગોલામાં ડાયમન્ડ માઇન્સમાંથી જે ડાયમન્ડ હિરા મળે છે તે પોલીશ્ડ થવા માટે ગુજરાતની ડાયમન્ડ નગરી સુરતમાં મોકલવામાં આવે છે તે સંદર્ભમાં આ મુલાકાત બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. 

    અંગોલાના ભારતીય રાજદૂત પારકરે જણાવ્યું કે, સુરતના ડાયમન્ડ પોલીશ્ડકારો અંગોલામાં પોતાનો વ્યવસાય કારોબાર શરૂ કરે તો વેલ્યુએડીશન થઇ શકે તેમ છે. તેમની આ ગુજરાત મુલાકાત દરમ્યાન તેઓ સુરત પણ  જવાના છે અને આ ક્ષેત્રે રોકાણોની સંભાવનાઓ માટે ડાયમન્ડ પોલીશ્ડ વ્યવસાયકારો સાથે પરામર્શ કરશે. 

    આ ઉપરાંત એગ્રીકલ્ચર અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ વ્યવસાયની વિપૂલ જોડાણ સંભાવનાઓ રહેલી છે તેની તેમણે ચર્ચા કરી હતી.

    અંગોલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દર વર્ષે તેનું ડેલિગેશન મોકલીને સહભાગી થાય છે એમ પણ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું.

    મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં ઘાનાના ભારતીય હાઇ કમિશનર સુગંધા રાજારામે જણાવ્યું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત ઘાના માટે લીડીંગ ટ્રેડીંગ એન્ડ બિઝનેસ પાર્ટનર છે. એટલું જ નહિ, મોટા પ્રમાણમાં ગુજરાતી સમુદાયો ઘાનામાં વસેલા છે ત્યારે સિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ છે. 

    ઘાનાના ભારતીય હાઇ કમિશનરશ્રીએ ગુજરાતમાં સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUના સહયોગથી ઘાના યુનિવર્સિટીમાં ફોરેન્સીક સાયન્સ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!