• સમગ્ર દક્ષિણ ગુજરાતમાં CNG પમ્પના માલિકો હડતાળ પર
    ગુજરાત 6-2-2023 08:58 AM
    • કમિશન વધારવાની માગણીને લઇને હડતાળ -વાહન ચાલકોની મુશ્કેલી વધી
    • રોજ કમાઈને રોજ ખાનારા રિક્ષા ચાલકોની હાલત ખરાબ થઈ
    સુરત

    સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સીએનજી  પમ્પનાં માલિકોની હડતાળનાં કારણે આજે ભારે અંધાધુંધી જોવા મળી હતી.વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.સુરત શહેરમાં સીએનજી પમ્પના માલિકો દ્વારા કમિશન વધારવાના મુદ્દાને લઈને વારંવાર રજૂઆત છતાં પણ કમિશનમાં વધારો ન થતા આખરે સીએનજી પમ્પના માલિકોએ હડતાળ ઉપર ઉતારવાના નિર્ણય કર્યો છે.

    આજે પમ્પ બંધ રહેતા સીએનજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો સીએનજી ગેસનો ઉપયોગ કરે છે. સીએનજી પમ્પના માલિકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીએનજીના કમિશનમાં વધારો કરવામાં ન આવતા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે શહેરના તમામ સીએનજી પમ્પ બંધ રહ્યા છે.સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 6 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી સવારે 6 વાગ્યા સુધી સીએનજી પમ્પ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીએનજી પમ્પના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆત છતાં પણ એમની વાતને સાંભળવામાં આવી નથી. સીએનજીના કમિશનમાં વધારો કરવામાં આવ્યો નથી. સુરતમાં અંદાજિત સીએનજી પર ચાલતી રિક્ષાઓની સંખ્યા દોઢ લાખથી 2 લાખ જેટલી છે. બીજી તરફ શહેરમાં કાર તેમજ અન્ય વાહનોની સંખ્યા પણ મોટી છે. સીએનજી પંપ બંધ થતાંની સાથે જ લાખો વાહનોના પૈડા આજે થંભી ગયા છે. એવી જ રીતે સ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. રિક્ષા ચાલકોના જણાવ્યા પ્રમાણે સુરતના તમામ સીએનજી પમ્પ બંધ હોવાને કારણે અમને ભારે હાલાકી થઈ રહી છે.અમારી રિક્ષાઓમાં સીએનજી ન હોવાને કારણે રિક્ષા બંધ પડી છે. સીએનજી રિક્ષા ચલાવીને જ અમારી રોજી રોટી ચાલે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!