• અમદાવાદમાં નાના પ્રોફેશનલ્સ માટે કૉ- વર્કિંગ કન્સેપ્ટ લાભદાયક : યશ મનીષ શાહ
    સક્સેસ સ્ટોરી 23-2-2022 10:54 AM
    • “પ્રોફેશનલ્સ અને નાના બિઝનેસમેનોને પોશ વિસ્તારમાં ઓફિસ સ્પેસ સાથે જિમથી લઈને તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે’’
    • “દર મહિને  ઈવેન્ટ્સ યોજીને સૌને એકત્ર થવાનો મોકો આપી  પરિચય થવાથી પ્રોફેશનલ્સ બિઝનેસને વિસ્તારી શકે છે’’
    અમદાવાદ

    શહેરમાં રિયાલીટી બિઝનેસમાં એક નવો જ આઈડિયા કંડારીને ધ એડ્રસના  સીઈઓ યશ મનિષ શાહે એક આગવી ઓળખ ઊભી કરી છે. વેપાર-વણજ સાથે સંકળાયેલા નાના બિઝનેસમેન અને પ્રોફેશનલ્સને શહેરના પોશ વિસ્તારના કોમર્શિયલ સેન્ટરોમાં પોતાની ઓફિસ લેવી પરવડી શકે નહીં. આથી તેમના માટે કોર્પોરેટ હાઉસ જેવા બિલ્ડિંગમાં પોસાય તેવા દરે સ્પેસ ભાડે આપવાનો નિર્ણય કર્યો. શહેરના એસજી હાઈવે પર વાયએમસીએ કલબની બાજુમાં આવેલા વેસ્ટ ગેઈટના 18માં અને 22મા માળે ધ એડ્રસે ભાડેથી સ્પેસ આપવાનું શરૂ કર્યું. આ કન્સેપ્ટને સફળતા મળતા બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ માટે ધ એડ્રસ એક નવું સરનામું બની ગયું.

    ધ એડ્રસના સીઈઓ યશ મનિષ શાહે ગુજરાત મેઈલ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, હું 17 વર્ષની ઉંમરે અમેરિકા ભણવા માટે ગયો હતો. જ્યાં ડ્રેક્સલ યુનિર્વસિટીમાંથી ઈન્ટર નેશનલ ફાયનાન્સની ડિગ્રી મેળવ્યા બાદ સિંગાપોરમાં સ્ટોક ટ્રેડિંગમાં પ્રથમ જોબ મળી હતી. અનુભવ લીધા બાદ આ જોબ છોડીને સિંગાપોરમાં જ ફ્લાઈ સ્પેસીસ કંપનીમાં જોબ લીધી. આ કંપનીનું કામ સાઉથ એશિયા, ફિલિપાઈન્સ અને ચાઈનામાં વિસ્તરેલું હતું. આ કંપની કો-વર્કિંગ કન્સેપ્ટ પર કામ કરતી હતી. ત્યાંથી અનુભવ લીધા બાદ ભારતમાં પરત ફરીને આઈઆઈએમ બેંગ્લોરમાંથી ફાયનાન્સ એન્ડ બિઝનેસ લિડરશીપની ડિગ્રી મેળવી. ત્યાંથી મને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કો-વર્કિંગનો નવો આઈડિયા મળ્યો. 

    ધ એડ્રસનો પ્રારંભ અમદાવાદમાં વેસ્ટ ગેઈટ બિલ્ડિંગમાં તા. 1લી મે 2018ના રોજ કર્યો. શરૂઆતમાં 148 સીટ્સથી પ્રારંભ કર્યો હતો. જે વધીને 417 સીટ્સ સુધી પહોંચી ગયો છે. જેનો ઓક્યુપન્સી રેટ 100 ટકા છે. વર્ષ 2019ના અંત સુધીમાં 800 સીટ્સ સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. મારે ત્યાં ધ એડ્રસમાં નાના બિઝનેસમેનો, પ્રોફેશનલ્સ અને કંપનીઓને જે સ્પેસ ભાડેથી આપી છે. એમાં 65 ટકા ભારતિયોની અને 35 ટકા વિદેશી કંપનીઓ છે. સીટ (બેઠક) દીઠ ભાડુ મહિને રૂપિયા 7000થી 15000ની રેન્જમાં હોવાથી નાના વેપારીઓ-પ્રોફેશલ્સને પણ પરવડી શકે છે. ટેબલ- ખુરશી કેબીન ઉપરાંત કોન્ફરન્સરૂમ, વીજળી, વાયફાય, ચા-કોફી, નાસ્તા સહિત તમામ સુવિધા એક જ સ્થળે પૂરી પાડવામાં આવે છે. 

    આમ તમામની જરૂરિયાતોને ધ્યાનમાં લઈએ છીએ. ધ એડ્રસમાં એવા કેટલાય નાના ધંધાદારીઓ અને પ્રોફેશનલ્સ છે કે, એક જ સ્થળે ઓફિસ-સ્પેસ હોવાથી એકબીજાનો પરિચય થતાં તેમને વધુ કામ મળવા લાગ્યું છે. અમે ધ એડ્રસમાં મહિનામાં પાંચ જેટલી ઈવેન્ટ્સ કરીએ છીએ. તાજેતરમાં યોગાદિન નિમિત્તે  ઈવેન્ટ કરી હતી. ફાધર ડે પણ મનાવ્યો હતો. આવી ઈવેન્ટ્સ યોજવાનો હેતુ એવો છે. કે, અમારા ક્લાયન્ટ્સ એક જ સ્થળે એકઠા થઈને એકબીજાના પરિચયમાં આવે છે. અને પોતાના ધંધાનો વિકાસ કરી શકે છે. ધ એડ્રસમાં 24 કલાક વર્ક ચાલુ રાખી શકે છે.  સિક્યુરિટીથી લઈને જીમ સુધીની સેવો પૂરી પાડીએ છીએ. તદ્દન સસ્તા ભાડેથી પ્રોફોશનલ્સ માટે તમામ સુવિધા પૂરી પાડતું ધ એડ્રસ જાણીતું બની ગયું છે. ધ એડ્રસના સીઈઓ યશ શાહને ફોબ્સ ટોપ 30-અન્ડર-30 એડિશનમાં કવરેજ ઉપરાંત ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો મેન ઓફ ધ યર, રિયાલીટી પ્લસ યંગ એચીવર ઓફ યર  એવોર્ડ મળી ચૂક્યા છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!