• કમ્પોઝિશન સ્કીમ - Overview : જીનલ ભટ્ટ
    આર્ટિકલ 1-3-2022 11:21 AM
    જીનલ ભટ્ટ

    કમ્પોઝિશન સ્કીમનો હેતુ નાના કરદાતાઓ માટે સરળતા લાવવાનો તેમજ અનુપાલનનો ખર્ચ ઘટાડવાનો છે. કમ્પોઝિશન સ્કીમ સામાન તથા રેસ્ટોરન્ટ સેવાના સપ્લાયર્સ માટે ઉપલબ્ધ છે.

    કમ્પોઝિશન સ્કીમ એ ટેક્ષની વસૂલાતની વૈકલ્પિક પદ્ધતિ છે, જે નાના કરદાતાઓ માટે રચાયેલી છે કે જેમનું ટર્નઓવર નિયત મર્યાદા સુધી હોય. નાના કરદાતાઓ કે જેમનું આગલા નાણાકીય વર્ષનું એગ્રિગેટ ટર્નઓવર રૂ. 1.5 કરોડ હોય તેઓ કમ્પોઝિશન સ્કીમ માટે પાત્ર છે, પરંતુ આ થ્રેશોલ્ડ લિમિટ ખાસ કેટેગરીના 8 રાજ્યો માટે રૂ. 75 લાખ છે એટલે કે આ 8 રાજ્યો - નાગાલૅન્ડ, ઉત્તરાખંડ, સિક્કિમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને મેઘાલયમાં નાના કરદાતાઓ કમ્પોઝિશન સ્કીમ માટે પાત્ર છે જો તેમનું આગલા નાણાકીય વર્ષનું એગ્રિગેટ ટર્નઓવર રૂ. 75 લાખ હોય.

    આગળ જોયું તેમ કમ્પોઝિશન સ્કીમ રેસ્ટોરન્ટ સેવાના સપ્લાયર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ કલમ 10 (I)ની બીજી જોગવાઈ અનુસાર કમ્પોઝિશન સપ્લાયર્સને અગાઉના નાણાકીય વર્ષમાં રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ટર્નઓવરના 10 ટકા અથવા રૂ. 5 લાખ બંનેમાંથી જે વધારે હોય તેટલી કિંમતની સેવાઓ પૂરી પાડવાની પરવાનગી છે.

    કમ્પોઝિશન સ્કીમ હેઠળ ટેક્ષ ભરવાનું પસંદ કરનાર પાત્ર વ્યક્તિએ દરેક ઇન્વોઈસ પર નિર્દિષ્ટ દરે ટેક્ષ ભરવાને બદલે, દર ત્રણ મહિનામાં તેમના ટર્નઓવર પર નિર્ધારિત દરે ટેક્ષ ચૂકવવો પડશે તથા એક ક્વાર્ટરના અંતે તેઓ ઈનપુટ ટેક્ષ ક્રેડિટનો લાભ મેળવ્યા વિના ટેક્ષ ચૂકવશે. કમ્પોઝિશન સપ્લાયર દ્વારા વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે.

    રૂ. 1.5 કરોડની થ્રેશોલ્ડ લિમિટની ગણતરી કરતી વખતે નીચે જણાવેલ કેટલીક બાબતોનો સમાવેશ તથા કેટલીક બાબતોને બાકાત કરવામાં આવે છે.

    સમાવેશ થતી બાબતો

    (1) કરપાત્ર સપ્લાય 

    (2) Exempt (મુક્તિ) સપ્લાય 

    (3) નિકાસ 

    (4) સમાન PAN ધરાવતા વ્યક્તિઓના આંતરરાજ્ય પુરવઠાની ગણતરી.

    બાકાત થતી બાબતો

    (1) ઈનવર્ડ સપ્લાય કે જેના પર રિવર્સ ચાર્જ હેઠળ ટેક્ષ ચૂકવવા પાત્ર છે. 
    (2) GST હેઠળ ચૂકવવા પાત્ર થતા કર જેમ કે CGST, SGST / UTGST, IGST, કમ્પેન્સેશન સેસ.

    કમ્પોઝિશન સ્કીમ હેઠળ ટેક્ષ ચૂકવવાનું પસંદ કરવા માટેની શરતો

    (1) બિન-GST માલના સપ્લાય કરવા પર પ્રતિબંધ ઃ અમુક માલ GST હેઠળ સમાવિષ્ટ નથી, દા.ત., પેટ્રોલિયમ, આલ્કોહોલ (માનવ વપરાશ માટે) વગેરે. કમ્પોઝિશન સ્કીમ પસંદ કરતી વ્યક્તિ આવા બિન-GST માલનો સપ્લાય કરવા માટે હકદાર રહેશે નહિ.

    (2) આંતરરાજ્ય આઉટવર્ડ સપ્લાય કરવા પર પ્રતિબંધ ઃ આનો અર્થ એ થયો કે રાજ્યની બહારની શાખાઓમાં સ્ટોક ટ્રાન્સફર કરવાની પણ પરવાનગી આપવામાં આવશે નહિ. જોકે, આંતર રાજ્ય ઈનવર્ડ સપ્લાય કરવા પર કોઈ પ્રતિબંધ છે નહિ.

    (3) ઇ-કોમર્સ ઓપરેટરના માધ્યમથી સપ્લાય કરવા પર પ્રતિબંધ ઃ કમ્પોઝિશન સ્કીમ પસંદ કરનાર વ્યક્તિને ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા માલના કોઈ પણ સપ્લાય કરવાની મંજૂરી નથી, સિવાય કે આવા પોર્ટલની માલિકી તે વ્યક્તિની પોતાની હોય.

    (4) સૂચિત માલના ઉત્પાદન પર પ્રતિબંધ ઃ આ યોજનાની પસંદગી કરનાર વ્યક્તિ અમુક સૂચિત માલસામાનનું ઉત્પાદન કરી શકશે નહિ. જોકે તેઓ આ સૂચિત માલના વેપારમાં રોકાયેલ હોય તેવા કિસ્સામાં કોઈ પ્રતિબંધ નથી.

    આવો સૂચિત માલ સામાન નીચે જણાવેલ મુજબ છે ઃ

    - આઇસક્રીમ અને અન્ય ખાદ્ય બરફ, ભલે તેમાં કોકો પાઉડર હોય કે ન હોય.
    - પાન મસાલા, તમાકું
    - એરટેડ પાણીનું ઉત્પાદન (ઠંડા પીણા)

    (5) કમ્પોઝિશન સ્કીમ સમાન PAN હેઠળના તમામ વ્યવહારો માટે લાગુ થશે ઃ એટલે કે રાજ્યની અંદર અલગ નોંધણી ધરાવતા તમામ વ્યવસાય વર્ટિકલ્સ અને રાજ્યની બહારના અન્ય તમામ રજિસ્ટ્રેશન કે જે સમાન PAN ધરાવનાર વ્યક્તિ પાસે છે તેમના પર કમ્પોઝિશન સ્કીમ લાગુ થશે.

    (6) કમ્પોઝિશન સ્કીમ હેઠળ ટેક્ષ ભરવાનું પસંદ કરતી કરપાત્ર વ્યક્તિએ આઉટવર્ડ સપ્લાય પર ટેક્ષ વસૂલવા પર પ્રતિબંધ છે.

    (7) કમ્પોઝિશન સ્કીમ હેઠળ ટેક્ષ ચૂકવવાનું પસંદ કરતી કરપાત્ર વ્યક્તિ કોઈ પણ ઈનપુટ ટેક્ષ ક્રેડિટનો દાવો કરવા માટે પાત્ર રહેશે નહિ.

    (8) આવા સપ્લાયરે બિલની ટોચ પર ‘‘કમ્પોઝિશન સ્કીમ પસંદ કરનાર વેપારી, કર વસૂલવાને પાત્ર નથી’’ શબ્દોનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે એટલે કે તેઓ ટેક્ષ ઇન્વોઈસ ઈશ્યૂ કરી શકશે નહિ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!