• વડોદરામાં સરકારી જમીન પરનાં બાંધકામો તોડી પડાયા
    મુખ્ય શહેર 15-2-2023 10:06 AM
    • દબાણને સ્વૈચ્છિક રીતે તોડી પાડવાની નોટીસ બાદ કાર્યવાહી
    • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પડાશે
    વડોદરા

    વડોદરામાં સરકારી જમીન પરના દબાણો દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી જારી રહે તેવી વકી છે. વડોદરામાં સો કરોડની સરકારી જમીન પર વિશાળ વ્હાઈટ હાઉસ સહિત અન્ય બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા  છે.  જે તમામ  બાંધકામ આજે તોડી પાડવા માટે કોર્પેરેશે કવાયત હાથ ધરી છે. અગાઉ બે વખત દબાણ સ્વૈચ્છાએ તોડી પાડવા કલેકટર પ્રશાસન તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી.જોકે દબાણ દૂર ન થતા આજે સવારે 10 વાગ્યે મહાપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 100 કરોડની સરકારી જમીન પરના દબાણો તોડી પાડશે... અહીં વ્હાઇટ હાઉસ નજીક ડુપ્લેકસ બનાવીને તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ તમામ બાંધ કામને તોડવા માટે ત્રણ જેસીબી મશીનની મદદ લેવાઇ છે. કોર્પોરેશન  ઈમારત તોડી પાડ્યા બાદ તેની ખર્ચની વસૂલી પણ  ભૂમાફિયા પાસેથી કરશે. સરકારી  જમીન પર કબ્જો જમાવનાર  સંજયસિંહ પરમાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.ગેર કાયદેસર રીતે બાંધકામ માટે અહીં  બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું  હતું. જો કે આ સમગ્ર મામલે એ સવાલ થવા સ્વાભાવિક છે. આટલી વિશાળ જમીન પર આટલું મોટું બાંધકામ થઇ ગયા બાદ તંત્ર કેમ જાગ્યું હતુ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!