• JNU ફરી વિવાદમાં, દીવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ સૂત્રો લખાયા

    રાષ્ટ્રીય 2-12-2022 11:17 AM
    • આ મામલાને ગંભીરતાથી લઈ વાઇસ ચાન્સેલરએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા
    નવી દિલ્હી

    દિલ્હીની જેએનયુ ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની દીવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખવામાં આવતા વિવાદ સર્જાયો છે.  જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી પંડિતે આ મામલાને ગંભીરતાથી લેતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. JNUપ્રશાસને પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. આ સાથે JNU પ્રશાસને કહ્યું કે, ‘કેમ્પસમાં આવી અલગતાવાદી ગતિવિધિઓને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. JNU બધાનું છે. JNU ટીચર્સ ફોરમે પણ આની સામે રોષ વ્યક્ત કર્યો છે.

    આ તરફ JNUના વીસી શાંતિશ્રી ડી પંડિતે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ)ના ડીન અને ફરિયાદ સમિતિને તપાસ પૂર્ણ કરવા અને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, JNUનો અર્થ સમાવેશકતા અને સમાનતા છે. VC JNU કેમ્પસમાં કોઈપણ પ્રકારની હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ જાળવી રાખે છે. 01 ડિસેમ્બર 2022ના રોજ અજાણ્યા લોકોએ JNU કેમ્પસમાં વિવિધ સ્થળોએ દિવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખ્યા હતા. કેટલાક સૂત્રો ખૂબ જ ઉશ્કેરણીજનક હતા - ‘બ્રાહ્મણ કેમ્પસ છોડો’, ‘અમે તમારા માટે આવી રહ્યા છીએ’, ‘શાખા પાછા જાઓ’, ‘અમે બદલો લઈશું’, ‘ખૂન ખરાબો થશે’.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!