• ધ કાશ્મીર ફિલ્મને લઈ ઈઝરાયેલના ફિલ્મમેકરના નિવેદનથી વિવાદ

    રાષ્ટ્રીય 29-11-2022 10:50 AM
    • ગોવામા 53માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના સમાપન સમારોહમાં નિવેદનથી હોબાળો
    દિલ્હી

    ઇઝરાયેલના ફિલ્મનિર્માત નેડેવ લેપિડે ભારતીય ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને વલ્ગર અને પ્રોપેગેંડા ફિલ્મ ગણાવતા વિવાદ સર્જાયો છે. ગોવામાં 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI) ક્લોઝિંગ સેરેમનીમાં તેણે કહ્યું હતું કે ‘અમે હેરાન છીએ કે આવી ફિલ્મ આ સમારોહમાં દેખાડવામાં આવે છે. આ ફિલ્મ ખૂબ જ વલ્ગર છે.’ લેપિડ જ્યુરી હેડ છે. જોકે લેપિડના નિવેદન પર ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને તેને ફટકાર લગાવી હતી. ગિલોને નિવેદન બદલ માફી માગી હતી અને કહ્યું હતું કે ‘હું તમારા નિવેદનથી શરમ અનુભવું છું.’

    ફિલ્મ ફેસ્ટિવલમાં લેપિડના નિવેદન બદલ બોલિવૂડના કલાકાર અનુપમ ખેર અને ફિલ્મમેકર અશોક પંડિતે વિરોધ કર્યો હતો. અનુપમ ખેરે કહ્યું હતું કે ‘ભગવાન તેમને સદબુદ્ધિ આપે.’ તો અશોક પંડિતે કહ્યું હતું કે કાશ્મીર ફાઈલ્સને અશ્લીલ ના કહી શકો. બીજી તરફ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીએ પણ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. જ્યુરીએ કહ્યું હતું કે તે લેપિડનો અંગત અભિપ્રાય છે.

    ભારતીય ફિલ્મ અંગે લેપિડે કહ્યું હતુ કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને અમે બધા હેરાન અને આશ્ચર્યચકિત થઈ ગયા છીએ. અમને આ ફિલ્મ અશ્લીલ અને પ્રોપેગેંડા આધારિત લાગી છે. આવા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મ યોગ્ય નથી. હું તમારી સાથે ખુલ્લેઆમ મારી લાગણી શેર કરી શકું છું, કારણ કે તે આ ઘટનાનો આત્મા છે કે અમે અહીં ટીકાઓને સ્વીકારીએ છીએ અને એની ચર્ચા કરીએ છીએ.’

    ‘આ ફેસ્ટિવલમાં અમે ડેબ્યુ કોમ્પિટિશનમાં 7 ફિલ્મ અને ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 15 ફિલ્મ જોઈ. એમાંથી 14 ફિલ્મ સિનેમેટિક ફીચરની હતી. 15મી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે અમને બધાને હેરાન અને આશ્ચર્યચકિત થઈ ગયા છીએ.’
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!