• કોરોનાએ ફરી માથુ ઉચક્યુ- દેશમાં વધુ 841 કેસ
    મુખ્ય સમાચાર 18-3-2023 01:00 PM
    • 126 દિવસ બાદ એક દિવસમાં કેસોની સંખ્યા 800ને પાર
    • સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 5,389 થઈ ગઈ
    નવી દિલ્હી

    કોરોનાના વધતા જતા કેસોના કારણે ચિંતા વધી રહી છે. કેન્દ્ર સરકાર પર જોરદાર રીતે એલર્ટ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોને એલર્ટ પણ કરી દીધા છે. દેશમાં ફરીથી કોરોનાએ માથું ઉચકતા રાજ્યો સાવધાન થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 800થી વધુ કેસો સપાટી પર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 841 નવા કેસ સાથે, સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 5,389 થઈ ગઈ છે.આજે અપડેટ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એકનું મોત થયું છે. કેરળમાંથી બે લોકોના મોતની માહિતી મળી છે. ડેટા દર્શાવે છે કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.ભારતમાં એક મહિનામાં નવા કોરના કેસોની દૈનિક સરેરાશ છ ગણી વધી છે. એક મહિના પહેલા સરેરાશ દૈનિક નવા કેસ 112 હતા, જ્યારે હવે તે આંક 626 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.80 ટકા નોંધાયો છે.આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે અને મૃત્યુ દર 1.19 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.કેન્દ્રએ છ રાજ્યોને પત્ર લખીને વાઈરલ ઈન્ફેક્શનમાં અચાનક થયેલા વધારાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.