• અમદાવાદમાં 3 સ્થળોએ મતગણતરી યોજાશે
    ગુજરાત વિધાનસભા 2022 7-12-2022 10:05 AM
    • શહેરની 16 સહિત જિલ્લાની 21 બેઠકોની મતગણતરી કરાશે
    અમદાવાદ 

    વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આજે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે.

    વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમદાવાદની 21 વિધાનસભા બેઠકો પરના EVM અમદાવાદ ખાતેના 3 કાઉન્ટિંગ સેન્ટરોના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે.

    ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતદાન ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની 21 વિધાનસભા બેઠકોમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. 

    આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

    મતગણતરી ક્યા થશે
    ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ, નિકોલની બેઠકની આંબાવાડીની પોલીટેક્નિક કૉલેજ ખાતે મતગણતરી. નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અસારવા બેઠકની ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી. ઘાટલોડિયા, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, અમરાઈવાડી, મણીનગર બેઠકની મતગણતરી L.D એન્જિનિયરીંગ. સુરતમાં 2 સ્થળોએ 16 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. જેમાં સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણાશે અને બાદમાં EVMના મતોની ગણતરી થશે. 

    પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
    અમદાવાદમાં ત્રણ સ્થળે મત ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. ગણતરીને લઈ પોલીસ દ્વારા તમામ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગણતરી દરમિયાન નિર્ધારીત કરવામાં આવેલી બોર્ડરથી અંદર સામાન્ય લોકો કે ઉમેદવારોના સમર્થકોને જવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત મતદાન ગણતરીના મથકે ઉજવણી દરમિયાન પણ પોલીસ ચાંપતી નજર રાખશે.

    કેટલાક ઉમેદવારોના સમર્થકો દ્વારા ઉજવણી તૈયારી
    અમદાવાદમાં કેટલીક બેઠકો ભાજપના ગઢ સમાન ગણવામાં આવે છે. દરમિયાન ઉમેદવારોના સમર્થકો દ્વારા જીતની સાથે ઉજવણીની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જીત બાદ મતગણતરી મથકથી રેલી સ્વરૂપે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણી દરમિયાન વાહનો, ફૂલહાર, ફટાકડા, ગુલાલ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!